વલસાડ જિલ્લાના ખૂટલી ગામે નીચલી ખોરી ફળિયામાં રહેતા બાબુભાઈ જાનુંભાઈ ભોયા ના ઘરે ગત રાત્રી દરમિયાન ૧૦.૪૫ વાગ્યે મહાકાય અજગર ઘરમાં ઘૂસી ગયો હતો. આ મહાકાય અજગર ને જોતાં જ તાત્કાલિક ઘરના મોભી એ અજગરને રેસ્ક્યુ કરવામાં માટે નાનાપોંઢા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. આ બનાવની જાણ થતાં જ નાનાપોંઢા ફોરેસ્ટ વિભાગના અધિકારી અભિજીતસિંહ એસ રાઠોડ, એન.જી.ઓ.કર્મી મુકેશભાઈ તથા રોજમદાર સમીરભાઈ તાત્કાલિક પોંહચી આ મહાકાય અજગરને રેસક્યુ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ આ રેસ્ક્યુ કરેલા મહાકાય અજગરને સલામત જગ્યાએ જંગલમાં ફરીથી મુક્ત કરવામાં આવ્યો હતો. નોંધનીય છેકે, નાનાપોંઢા ફોરેસ્ટ વિભાગના અધિકારી અભિજીતસિંહ એસ રાઠોડે રાત્રી દરમિયાન રૂબરૂ સ્થળ પર પહોંચી મહાકાય અજગરને રેસ્ક્યુ કરવાની કામગીરી કરી હતી. અને આ કામગીરીને જોઈ ઘરના મોભી તેમજ ઘરના તમામ સભ્યોએ કામગીરીને બિરદાવી હતી અને હાશકારો મેળવ્યો હતો.
BY બિપીન રાઉત