કપરાડા: પ્રકૃતિના તત્વો જળ, જંગલ અને જમીન સાથે જોડાયેલા રહેતા આદિવાસી સમાજના મોટાભાગના લોકો ચોમાસાના વરસાદી ખેતીમાં થતાં ડાંગરની ઉપર નભતા હોય છે પણ વરસાદ ખેચાવાના કારણે તેઓ વરસાદી દેવને રીઝાવી રહ્યાનું જાણવા મળી રહ્યું છે.

Decision Newsને મળેલી મહતી મુજબ હાલમાં જ વરસાદે પોતાની પધરામી કરી ચોમાસાનું આગમન થયું હોવાની પ્રતીતિ કરાવી હતી અને હમણાં વિદાય લઈ લીધી હોય એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે જેને પગલે માત્ર વરસાદી પાણી પર ખેતી (આકાશી ખેતી) કરતા કપરાડાના અનેક ખેડૂતો વરસાદ ખેંચાઈ જતા ચિંતામાં મુકાયા છે ત્યારે આદિવાસી ખેડૂતો વર્ષોની રીતભાત અને પરંપરાગત સંસ્કૃતિ મુજબ વરસાદી દેવોને પ્રાર્થના કરવા લાગ્યા છે. જુઓ આ વિડીયોમાં..

કપરાડામાં વસતા આદિવાસી લોકોએ પોતાની માન્યતા મુજબ ગતરોજ કરચોંડ ગામે આવેલ નારણ દેવની વિધિવત પૂજા કરી ખેડૂતોએ સમગ્ર વર્ષ દરમ્યાન ડાંગરનો પાક ખૂબ વ્યાપક પ્રમાણમાં ઉત્પાદન થાય, ખેતરોમાં સારો વરસાદ થાય અને પશુ-પંખી તમામ લોકો સુખ સમૃદ્ધ બને એવી ભાવના સાથે નારણ દેવના સ્થાનક ખાતે વિધિવત પરંપરાગત પૂજન કરવામાં આવ્યું હતું. અને વરસાદી દેવ વરુણદેવને રીઝવવામાં આવ્યા હતા.