ચીખલી: વર્તમાન સમયમાં નવસારીના ચીખલી તાલુકામાં આવેલા 6 PHC અને 3 CHCમાં માં-કાર્ડ કાઢી આપવાના નિયત કરાયાને ઘણા સમય વીત્યો હોવા છતાં એક પણ હોસ્પિટલમાં મા-કાર્ડ કાઢવાની પ્રક્રિયા શરુ કરવામાં ન આવી હોવાનું જરૂરિયાતમંદ લોકો જણાવી રહ્યા છે.
Decision Newsને સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ નવસારીના આરોગ્ય વિભાગ દ્વારા ચીખલીમાં આવેલા આલીપોર, ફડવેલ, ઘેજ, હોન્ડ, રાનવેરીકલ્લા, સાદકપોર એમ છ PHC અને ચીખલી, રૂમલા અને ટાંકલ આ ત્રણ CHC કુલ મળીને 9 સરકારી દવાખાનામાં મા-કાર્ડ જરૂરિયાતમંદ લોકો કાઢી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું જે હાલમાં પણ બંધ હોવાનું જણાય છે
ચીખલી તાલુકાના રૂમલા ગામના રમણભાઈ પટેલ Decision News સાથે વાત કરતાં જણાવે છે કે પ્રધાનમંત્રી દ્વારા શરુ કરવામાં આવેલી આરોગ્ય ક્ષેત્રની આ યોજના મા-કાર્ડ અને વાત્સલ્ય કાર્ડ ગરીબ અને જરૂરિયાતમંદ આદિવાસી લોકોના પરિવારો માટે આશીર્વાદરૂપ છે મારી જ વાત કરું તો હાલમાં જ મેં ઓપરેશન કરાવ્યું મારી પાસે માં કાર્ડ કે બીજા કોઈ યોજના લક્ષી કાર્ડ ન હોવાના કારણે ૩ લાખ જેટલું મસ મોટું બીલ આવ્યું જે મેં ઉધાર રૂપિયા લઇ ચુકવ્યું જો આ કાર્ડની પ્રક્રિયા ચાલુ થઇ ગઈ હોત તો મને આ કાર્ડનો લાભ મળત અને મારી મુશ્કેલીઓમાં થોડી રાહત મેળવી શકતે. તેમનું કહેવું છે કે જો સ્થાનિક રાજકારણીઓ આ બાબતે ધ્યાન આપે તો આ કાર્ડ કાઢવાની પ્રક્રિયા શરુ થાય એમ છે.











