વાંસદા: હાલમાં જાણે સરકારી વહીવટીતંત્ર લોકોની મુશ્કેલીઓ અને સમસ્યાઓની સામે આંખો બંધ કરી બહેરું બની બેઠું હોય એવું લાગી રહ્યું છે NH-56 હાઈવે પર ધરમપુર-વાંસદા રોડ પર પડેલા ખાડાઓ અંગે લોકોની વાંરવાર રજુવાત કર્યા છતાં આ કામચોર અધિકારીઓની ઊંઘ ઉડતી ન હોવાનું લોકો જણાવી રહ્યા છે. પરંતુ ગામમાં આ ખાડાઓના લીધે કોઈ અકસ્માતની ઘટના ન બને એ માટે ગામના યુવાનોએ ખાડા ભરો અભિયાન હાથ ધર્યું છે.

Decision News ને લોકો જણાવે છે કે છેલ્લા ઘણા સમયથી NH-56 હાઈવે પર ધરમપુર-વાંસદા રોડ પર પડેલા ખાડાઓ પોતાનું સામ્રાજ્ય બનાવીને બેઠા છે શરુવાતી ચોમાસાં મા જ પડેલા આ ખાડાઓમાં આ રોડ પરથી પસાર થતાં બાઈક ચાલકો કે ફોર વ્હીકલ ચાલકોને ક્યારેક અકસ્માતનો ભોગ બનવું પડે છે પરંતુ એ કુંભકર્ણની ઊંઘ ઉધારમાં લઈને આવેલા રોડ વિભાગના અધિકારીઓને ક્યાંથી દેખાય ? વાંરવાર રજુવાતો છતાં આ ખાડાઓ એમ ના એમ છે બોલો શું કહેવું આ અધિકારીઓને..

તંત્રે દ્વારા પોતાની ફરજમાં આવતા કામ ન કર્યા ના કારણે અને કોઈ નિર્દોષ વાહન ચાલક આ ખાડાઓના કારણે અકસ્માતનો ભોગ ન બને એવા ઉદ્દેશથી ખાનપુરમાં ગામના જાગૃત અને માનવતાવાદી યુવાનો મિતેષ ગાંવિત, નિરવ ગાંવિત, કેતન ગાંવિત, વૃશ્ચિક ગાંવિત, યાજ્ઞિક, તેમજ કૃણાલ ગાંવિત વગેરેઓએ મળીને આ ખાડા ખાડા પૂરો અભિયાન પોતે જ ચાલુ કર્યું છે. તેમનું કહેવું છે કે રોડનું વહીવટીતંત્ર તો ઊંઘમાં હોંવાના કારણે અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિઓને ન જોતું હોય પણ અમારાથી એમનું દર્દ જોવાથી નથી એટલા માટે અમે અમારાથી બનતો પ્રયાસ હાથ ધર્યો છે.