દિલ્લી: આજરોજ આજે ૬ જુલાઈએ કેન્દ્રીય જનજાતિય કાર્યના મંત્રી શ્રી અર્જુન મુંડા અને કેન્દ્રીય વન-પર્યાવરણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે જનજાતિ સમાજનો વનો પર અધિકાર હોવાની ઘોષણા કરી તથા બંને મંત્રાલયોના મુખ્ય સચિવોના હસ્તાક્ષર દ્વારા એક સંયુક્ત પરિપત્ર જાહેર કરાયો.

કેન્દ્રીય જનજાતિય કાર્યના મંત્રી શ્રી અર્જુન મુંડા અને કેન્દ્રીય વન-પર્યાવરણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે આદિવાસી સમાજને વનો પર અધિકાર હોવાની ઘોષણા કરતા, બંને મંત્રાલયોના મુખ્ય સચિવોના હસ્તાક્ષર દ્વારા એક સંયુક્ત પત્રક જાહેર કરાયું. તેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, વન અધિકાર અધિનિયમ હેઠળ, સામુદાયિક વન સંસાધનોનો અધિકાર ગ્રામ સભાને આપવામાં આવે. વનવાસી કલ્યાણ આશ્રમ અને જનજાતિ સમાજ ઘણા વર્ષોથી આ માંગણી કરી રહયાં છે. કેન્દ્ર સરકારના આમંત્રણ પર દિલ્હી આવેલા કલ્યાણ આશ્રમના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો.એચ.કે. નાગુ, જનજાતિ હિતરક્ષા પ્રમુખ
ગિરીશ કુબેર, દેવગિરી-મહારાષ્ટ્ર રાજ્ય પ્રમુખ ચેતરામજી પવાર, ગુજરાત રાજ્ય સહમંત્રી પ્રેમપ્યારી બહેન તડવી તથા મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને આસામના જનજાતિ સમાજના સામાજિક નેતાઓએ આ મહત્વપૂર્ણ સમારોહના સાક્ષી રહ્યા.

આજની પહેલથી, ગુજરાત તેમજ દેશના અન્ય રાજ્યોમાં પણ આ સામુદાયિક અધિકાર આપવાની કામગીરીને વેગ મળશે. જનજાતિ કલ્યાણ આશ્રમ, ગુજરાત રાજ્ય સરકાર ને પણ આહ્વાન કરે છે કે આજની સંયુક્ત માર્ગદર્શિકા મુજબ, રાજ્યમાં વન અને જનજાતિ વિભાગો મળીને આ સમુદાયિક વન સંસાધનોના અધિકારને ને રાજ્યના દરેક ગામ- ગ્રામસભા સુધી પહોંચાડે. ગ્રામસભાને મજબુત બનાવીને તેમને તકનીકી અને આર્થિક સહાય આપે જેથી સંપૂર્ણ જનજાતિ સમાજ સ્વાવલંબી અને સ્વાભિમાની બની શકે.

ગાંધીજીનો ગ્રામ સ્વરાજનો વિચાર, પંડિત દીનદયાળ ઉપાધ્યાયનું અંત્યોદયનું સ્વપ્ન અને આજના વડા પ્રધાનનો આત્મનિર્ભર ભારતનો સંકલ્પ આ પ્રકારની નીતિઓનું પાલન કરીને જ સાકાર થશે. વન મંત્રાલય અને રાજ્યના વન વિભાગોએ આ માટે વધુ સકારાત્મક, વધુ સક્રિય રીતે કામ કરવું પડશે.