ગુજરાત: ગતરોજ પોલીસ બંદોબસ્ત વચ્ચે જૂનાગઢના વિસાવદર તાલુકાના લેરિયા ગામમાં જનમંથન કરવા આવેલા આપના ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી પર હુમલાની ઘટના બની છે. અજાણ્યા શખ્સોએ ગઢવી અને સવાણીની પાંચથી સાત ગાડીઓમાં તોડફોડ કરતા બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
મળતી માહિતી મુજબ જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના લેરિયા ગામમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભા સંબોધવા માટે આપના નેતા ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી લેરિયા ગામ પહોંચ્ય હતા. આ સમયે અજાણ્યા શખ્સો દ્વારા ઈસુદાન અને મહેશ સવાણીની ગાડીના કાચ તોડી ગાડી પર પથ્થરમારો કરતા કુલ પાંચથી સાત ગાડીઓમાં નુકસાન કરવામાં આવ્યું હતું આ હુમલામાં આપ પાર્ટીના બે કાર્યકર્તા ઈજાગ્રસ્ત થઇ ગયા હતા તેમને સારવાર અર્થે ખસેડાયા હતા. અને નવાઈની વાત એ છે કે પોલીસ બંદોબસ્ત હુમલાની ઘટના બની છે.
દિલ્લીના CM અરવિંદ કેજરીવાલે આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વાતચીત કર્યા બાદ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, ‘મેં વિજય રૂપાણી સાથે વાત કરી છે. તેમને FIR દાખલ કરી ગુનેગારો સામે કાર્યવાહી કરવા કહ્યું છે. આ સાથે જ આપના કાર્યકર્તાઓની રક્ષા સુનિશ્ચિત કરવાનું જણાવ્યું છે.’ ગુજરાતમાં પણ હવે 2022માં વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થવાના કારણે પશ્ચિમ બંગાળની માફક રાજકીય હુમલાના બનાવ વધવા લાગ્યા લોકો કહી રહ્યા છે.