સાપુતાર: ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના જાણીતા પ્રવાસન સ્થળ સાપુતારા ખાતે કામ કરવા જતાં સફાઇ કર્મીઓ સવારના ૮:૩૦ વાગ્યાના સમયગાળા દરમિયાન સાપુતારા ઘાટમાં જીપ અને ટેમ્પો વચ્ચે અકસ્માત થયાની ઘટના બનવા પામી હતી

Decision Newsને મળતી માહિતી મુજબ આજરોજ જીપમાં સવાર થઇ આઠ જેટલાં સફાઇ કર્મીઓ સફાઇ કર્મીઓ સવારના ૮:૩૦ વાગ્યાના સમયગાળા દરમિયાન સાપુતારા ઘાટમાં જીપ અને ટેમ્પો વચ્ચે અકસ્માતની ઘટના બની હતી તાજા જાણકારી મળ્યા પ્રમાણે અકસ્માત બાદ સારવાર માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર સામગહાન ખાતે ખસેડવામાં આવેલ હતા ત્યાં બધાની હાલત સુધારમાં છે.

અકસ્માતમાં ઘાયલ થયેલા સફાઈ કર્મીઓ સાપુતારા તળેટી ગામોના હતા જે સાફ સફાઈ કરવા સાપુતારા જઈ રહ્યા હતા.