નવસારી: આજરોજ ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેનાના ગુજરાત રાજ્યના મહામંત્રી તરીકે વર્ષોથી BTTS સાથે સંકળાયેલા પ્રજાના પ્રશ્નોને વાચા આપનારા અને લોકચાહના મેળવી લોક લાડીલા બનેલા પંકજભાઈ લલ્લુભાઈ પટેલની નિમણુંક કરવામાં આવી છે
ઉલ્લેખનીય છે કે BTTS સમાજિક સમસ્યા ઉપર કામ કરતુ આદિવાસી, દલિત તથા બક્ષી પંચ તથા લઘુમતી લઘુમતી જાતીઓનું સ્વચ્છિક સંગઠન છે BTTSના હોદ્દેદારોનું કહેવું છે કે પંકજભાઈ પ્રદેશના આદિવાસી લોકો પ્રવર્તમાન જુદી જુદી સમસ્યા પર વર્ષોથી કામ કરી રહ્યા છે તેમનો અનુભવ અને કુનેહ ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના સંગઠનને આગળ લઇ જવા સક્ષમ લાગી રહ્યો છે અને તેઓ હંમેશા પ્રજા વચ્ચે રહીને આદિવાસી પ્રજાનું હિત વિચારી તેમની સમસ્યા અને મૂળભૂત પ્રશ્નો પર કામ કરતાં રહ્યા છે આ કારણોસર પંકજભાઈ લલ્લુભાઈ પટેલ ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના ગુજરાત રાજ્યના મહામંત્રી તરીકે નિમણુક કરવામાં આવી છે.
Decision News સાથે વાત કરતાં પંકજ પટેલ કહે છે કે માનનીય છોટુભાઈ વસાવા અને માનનીય મહેશભાઈ વસાવા સાહેબે મારા પર વિશ્વાસ મૂકી ગુજરાત રાજ્યના BTTS પ્રદેશ મહામંત્રી તરીકેની મારી નિમણુંક કરી છે તે બદલ હું તેમનો આભારી છું. મારી અહી સુધીની સફરમાં મારા સહકાર્યકર્તાઓનો પણ ખુબ જ સહયોગ રહ્યો છે તેમનો પણ હું આભારી છું. હું લોકોનું પ્રતિનિધિ છું અને લોકો વચ્ચે જ રહું છું તેમની સમસ્યા મારી સમસ્યા છે આ લોક પ્રશ્નોની લડતમાં હું હંમેશા આગળ પડતો રહીશ. મને સોપવામાં આવેલી જવાબદારી પૂરી નિષ્ઠા અને ઈમાનદારી પૂર્વક નિભાવી સંગઠનને મજબુત કરવામાં પ્રયાસરત રહેવાની બાંહેધરી આપું છું.
![](https://decisionnews.in/wp-content/uploads/2021/07/adivasi-bank-add-change-1.gif)
![](https://decisionnews.in/wp-content/uploads/2021/02/Narsari-buttom_.gif)