દક્ષિણ ગુજરાત: આદિવાસી સમાજના ઢોડિયા સમુદાયનું ગૌરવ અને કલાજગતના વડલા સમાન માજી ડેપ્યુટી કલેક્ટર સી. એન. પટેલના નિધનથી દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. તેમના અવસાન પર અનંત પટેલે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરતાં તેમને ‘અંતિમ જોહાર‘ પાઠવ્યા છે.
સ્વ. સી. એન. પટેલે સમાજને અસંખ્ય ભજનો અને ગીતોની અમૂલ્ય ભેટ આપી છે. તેમાં ખાસ કરીને અત્યંત લોકપ્રિય બનેલા ગીતો ‘આમુ આટવાડામાં ગોયલે’ અને ‘જાગા જાગા જુવાનીયા જાગા રા અહા નાય ચાલે’ આજે પણ લોકોમાં ખૂબ પ્રચલિત છે. તેમનો અવાજ અને તેમની કલા સદાય સમાજમાં ગુંજતી રહેશે. આ મહાન વ્યક્તિત્વના નિધનથી સમાજ અને કલાક્ષેત્રે ન પૂરી શકાય તેવી ખોટ પડી છે.
આ અંગે અનંત પટેલે Decision News સાથે વાત કરતાં જણાવ્યું હતું કે,દક્ષિણ ગુજરાતનો એક આદિવાસી સમાજનો તેજસ્વી તારલો પ્રકૃતિમાં વિલિન થઈ ગયો છે. ઢોડિયા સમુદાયનું ગૌરવ અને કલાજગતના વડલા સમાન માજી ડેપ્યુટી કલેક્ટર સી. એન. પટેલ સાહેબે આજરોજ વિદાય લીધી છે











