વલસાડ: વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા પારડી વિસ્તારમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે પારડી સ્થિત બીના એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં બાતમીના આધારે દરોડો પાડીને ₹1,17,18,800ની કિંમતનો પ્રતિબંધિત અને નશીલી દવાઓનો મોટો જથ્થો જપ્ત કર્યો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ આ દરોડા દરમિયાન પારડી પોલીસે સ્થળ પરથી એક આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય બે શખ્સોની સંડોવણી પણ સામે આવી છે, જેમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. હાલ વલસાડ SOGએ સમગ્ર મામલે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
પકડાયેલી આ નશીલી દવાઓનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પકડાયેલા આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે, તેમજ ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે.











