વાંસદા/પીપલખેડ: વાંસદા તાલુકાના પીપલખેડ ગામે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામમાં એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

રેલી બાદ તલાટી કમ મંત્રી દ્વારા ઉપસ્થિત સૌ નાગરિકોને સરદાર પટેલના જીવનમાંથી પ્રેરણા લઈને દેશની એકતા, અખંડિતતા અને બંધારણીય મૂલ્યોની રક્ષા કરવા માટે કટિબદ્ધ રહેવાનો વિશેષ સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. આ સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે યોજાયેલ રાષ્ટ્રીય એકતા પર્વ અને રાષ્ટ્રીય પરેડનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ સાથે મળીને નિહાળ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ પાર્વતીબેન ગાંવડા અને શર્મિલાબેન ગાંવિતનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં સરપંચ કમલેશભાઈ માહલા, તાલુકા પંચાયત સભ્ય જયશ્રીબેન માહલા, ડેપ્યુટી સરપંચ કિશોરભાઈ માહલા તેમજ ગણપતભાઈ માહલા, દશરથભાઈ ભોયા, શંકરભાઈ ભોયા, વિજયભાઈ ચૌધરી, દીપકભાઈ ભોયા, ગૌતમભાઈ માહલા સહિતના આગેવાનો, સરકારી કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમની સફળ વ્યવસ્થા અને આયોજન તલાટી કમ મંત્રી અંકિતાબેન પટેલ, પીપલખેડ પ્રાથમિક શાળાના આચાર્યા અલ્વીનાબેન શેખ તથા અશોકભાઈ પટેલ દ્વારા સંભાળવામાં આવ્યું હતું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here