ધરમપુર: ધરમપુર સ્થિત શ્રી વનરાજ વિનયન અને વાણિજ્ય કોલેજના આદિવાસી વિદ્યાર્થીઓ પર હોસ્ટેલમાં ઘૂસીને કરાયેલા હિંસક હુમલાની ઘટના બાદ સમગ્ર વલસાડ જિલ્લામાં ભારે ચકચાર મચી ગઈ છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવા છતાં, ધરમપુરના ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલ કે વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને માજી સાંસદ કિશન પટેલ દ્વારા તેમની ખબર-અંતર પૂછવા હોસ્પિટલની મુલાકાત ન લેવાતાં આદિવાસી સમાજ અને યુવાનોમાં ભારે આક્રોશ ફેલાયો છે.
યુવાનોના આક્રોશના છે કારણો અનામત બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના અને કોંગ્રેસના આ બંને જનપ્રતિનિધિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આદિવાસી બાળકોની હાલત જાણવા સુધ્ધા નથી ગયા, સ્થાનિક આદિવાસી લોકો અને નાગરિકો તેમને નિર્દયી ગણાવી તેમની જવાબદારી સામે આકરા પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.
આ પહેલા પણ વિશ્વ આદિવાસી દિવસે આ બંને નેતાઓએ આદિવાસી સમાજના લોકોને શુભેચ્છા ન પાઠવી આદિવાસી વિરોધી વિચારધારા હોવાનું સાબિતી પૂરી હોવાનું લોકો કહ્યું હતું અને હવે આ જીવલેણ હુમલાની ઘટનામાં પણ નેતાઓની ઉપેક્ષા સામે સમાજમાં તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે. કોલેજમાં ભણતા આદિવાસી યુવાનો સાથે વાતચીત થતા એમનું કહેવું હતું કે પહેલા એક કિશન પટેલે આદિવાસી અનામત બેઠક પર આદિવાસી મતોના સહારે સાંસદ બની કરોડો રૂપિયાની સંપતિ બનાવી અને હવે ધારાસભ્ય બની અરવિંદ પટેલ કરોડો રૂપિયાની સંપતિ ઉભી કરીને બેઠા છે પણ જે આદિવાસી સમાજે એમણે માન આપ્યું મોભો આપ્યો મતો આપીને સમાજના જન પ્રતિનિધિ બનાવ્યા પણ બધું પાણીમાં ગયું.. પોતાના ફેમેલી સેટ કરી અને કોરીઓ, આશ્રમશાળાઓ બી એડ કોલેજ, આંબા વાડીઓ કરીને મોજ કરતાં આ બંને નેતાઓને શું કહેવું, યુવાનો તમને માફ નહિ કરે આટલું યાદ રાખજો.. તમારી સત્તાનું ઘમંડ સમય સાથે ઉતારી દેશું…
મતદારોમાં ભારે નિરાશા અને અફસોસ: ચૂંટણી સમયે વોટ માંગીને વિજેતા બન્યા બાદ મુશ્કેલીના સમયે પીડિત વિદ્યાર્થીઓની પડખે ન ઊભા રહેતાં ધરમપુરના મતદારો હવે પોતાનો મત આપીને ભૂલ કરી હોવાનો અફસોસ વ્યક્ત કરી રહ્યા છે. આ ઘટના બાદ સ્થાનિક આદિવાસી સંગઠનો, વિદ્યાર્થીઓ અને નાગરિકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી હુમલાખોરો સામે કડક કાર્યવાહી અને લોકપ્રતિનિધિઓ પાસે જવાબદારીની માંગ કરી છે.











