વલસાડ: તાજેતરમાં વલસાડ જિલ્લામાં થયેલા ભારે વરસાદ અને પૂરના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પૂરગ્રસ્ત પરિવારોની વ્હારે આવીને જાણીતા આદિવાસી ગીતકાર દીપક ચોબડીયાએ માનવતાની એક અનોખી મિસાલ કાયમ કરી છે. તેમણે પોતાના સ્વખર્ચે કુલ 2,100 રાશન કિટ્સનું વિતરણ કરીને પૂરપીડિત પરિવારોને મોટી રાહત પહોંચાડી છે.
આપત્તિના સમયે લોકો સુધી સીધી મદદ પહોંચાડવાના આશયથી દીપક ચોબડીયાએ અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે નીચે મુજબના વિવિધ ગામોમાં જઈને જરૂરિયાતમંદ પરિવારોને રાશન કિટ્સ સુપ્રત કરી હતી: અંકલાછ, નગવાસ અને ઝરોલી, ધનોલી, નંદીગામ અને ભિલાડ, બોરલાઈ, કરમબેલે અને નાહુલી, એકલેરા, પૂનાટ, જમ્બુરી અને મોહનગામ જેવા ગામો આવે છે.
મુશ્કેલીના આ સમયમાં ગીતકાર દીપક ચોબડીયા દ્વારા કરાયેલી આ સેવા કામગીરીથી અનેક પરિવારોને મોટો આશરો મળ્યો છે. સ્થાનિક રહીશોએ તેમના આ ઉદાત્ત કાર્યની ભારે સરાહના કરી હતી અને જણાવ્યું હતું કે કુદરતી આપત્તિના સમયે સમાજના દરેક વર્ગે આગળ આવીને એકબીજાને મદદરૂપ થવું એ જ સાચી માનવતા છે. આ સેવાકાર્યથી સમાજમાં પરસ્પર સહકાર તથા સેવાભાવનાનો પ્રેરણાદાયી સંદેશ પહોંચ્યો છે.











