પારડી: ખેરલાવ આંગણવાડી ખાતે “બાળક પાલક દિવસ”ની ઉત્સાહ અને આનંદના વાતાવરણમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. નાના ભૂલકાઓના ચહેરા પર છવાયેલી ખુશી અને તેમની કલ્પનાશક્તિને વિકસાવવા માટે વિવિધ આકર્ષક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી જાણકારી મુજબ કાર્યક્રમમાં બાળકો માટે રમત-ગમત, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સર્જનાત્મક કાર્યક્રમો અને વિવિધ સર્જનાત્મક રમતો યોજાઈ. આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોના શારીરિક વિકાસ, સામાજિક તેમજ ભાવનાત્મક વિકાસ, ભાષા વિકાસ તેમજ સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસને વેગ આપવામાં આવ્યો. આ કાર્યક્રમમાં માતા-પિતાએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પોતાના બાળકો સાથે વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાઈને તેને વધુ સફળ બનાવ્યો. બાળકોની હર્ષ-ઉલ્લાસથી ગુંજતી આંગણવાડી આખા કાર્યક્રમ દરમિયાન આનંદ અને ઉમંગથી છલકાતી રહી.

આંગણવાડીના કાર્યકર્તાઓએ જણાવ્યું કે, “રમત સાથે શિક્ષણ અને આનંદ સાથે વિકાસ” એ જ અમારી આંગણવાડીની ઓળખ છે. આવા કાર્યક્રમો દ્વારા બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળે અને તેઓ આનંદપૂર્વક શીખી શકે તે જ અમારું મુખ્ય લક્ષ્ય છે. ખેરગામના સરપંચ મયંક પટેલનું કહેવું છે કે આ ઉજવણીએ બાળકો, માતા-પિતા તેમજ આંગણવાડી કર્મીઓ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવ્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here