ધરમપુર: પ્રકૃતિ જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આદિવાસી કર્મચારીઓનું પ્રથમ સ્નેહમિલન સમારોહ તથા ધોરણ ૧૦ અને ૧૨ના વર્ષ ૨૦૨૫-૨૬ના આદિવાસી તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમ સાવિત્રીબાઈ ફૂલે અનાથ આશ્રમ, મુરદડના કબીર ભવન હોલમાં ભવ્ય અને સફળતાપૂર્વક યોજાયું.

Decision News ને મળેલી જાણકારી મુજબ સહ્યાદ્રિની ગિરિમાળા અને મહારાષ્ટ્રની સરહદ પાસે આવેલા અંતરિયાળ વિસ્તારના મુરદડ ગામમાં આયોજિત આ કાર્યક્રમમાં મામલતદારશ્રી જીવનભાઈ ચૌધરી, વર્ગ-૨ના અધિકારીઓ, આચાર્યો, પોલીસકર્મીઓ, શિક્ષકો, આઈ.ટી.આઈ., પોસ્ટ વિભાગ અને વિવિધ સામાજિક તેમજ શૈક્ષણિક સંસ્થાઓના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય, પ્રાર્થના અને સ્વાગતગીતથી કરવામાં આવી. સાવિત્રીબાઈ ફૂલે અનાથ આશ્રમના સંસ્થાપક શ્રી નિલેશભાઈ નિકુળીયાએ આવેલા તમામ મહેમાનોનું સ્વાગત કર્યું. સંસ્થાના સંસ્થાપક શ્રી નિલેશભાઈ અને શ્રીમતી હીનાબેન નિકુળીયાએ સંસ્થાની સ્થાપના અને તેની પ્રવૃત્તિઓનો ટૂંકો પરિચય આપ્યો. મુખ્ય વક્તાઓ તરીકે દેવેન્દ્રભાઈ પટેલ, યોગીનીબેન પટેલ, સંકલ્પ એજ્યુકેશનના સંસ્થાપક કૌશિકભાઈ પટેલ, મંત્રીશ્રી પ્રવીણભાઈ ઓરણાવાલા (સુરત), ચિંતુભાઈ ભોયા (વાંસદા) વગેરેએ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અને વ્યવસાયિક ક્ષેત્રે સફળતા મેળવવા માટે પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યું.

કાર્યક્રમમાં “મારા સમાજ માટે હું શું કરી શકું ?” વિષય પર વક્તાઓએ svતંત્ર વિચારો રજૂ કર્યા. આંતરરાષ્ટ્રીય શાંતિ દૂત શ્રી પ્રેમ રાવતજીનો શાંતિ, સેવા અને સ્વની ઓળખ વિશેનો સંદેશો પ્રોજેક્ટર દ્વારા બતાવવામાં આવ્યો. કાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે 80%થી વધુ ગુણ મેળવનાર ધોરણ-10 અને 12ના આદિવાસી તેજસ્વી વિદ્યાર્થીઓને પુષ્પ, સન્માન પત્ર અને ભારતનું સંવિધાન આપીને સન્માનિત કરવામાં આવ્યા. આદિવાસી સમાજના અનાથ અને જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે માર્ગદર્શન, સન્માન અને આર્થિક મદદ કરવાનો દ્રઢ સંકલ્પ આદિવાસી કર્મચારીઓએ કર્યો. ઉપસ્થિત તમામે સમાજસેવા માટે સતત કટિબદ્ધ રહેવાનો સંકલ્પ લીધો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here