ચીખલી: વલસાડ ઉત્તર વન વિભાગે ચીખલી તાલુકાના ગોડથલ ગામનો ખેર-ચોર 23 વન ગુનાઓમાં સંડોવાયેલા ગોડથલ ગામનો ખેર-ચોર અર્જુન પટેલ રીઢા ગુનેગારને 16 ટન ખેરના લાકડા ભરેલા ટ્રક સાથે ઝડપાઈ ગયો છે.જેને હાલમાં કોર્ટે જેલ સળિયા પાછળ ધકેલી દેવાનો આદેશ કર્યો છે.

આરક્ષિત વૃક્ષોના ગેરકાયદેસર કટીંગ અને વેચાણને રોકવા માટે એક ખાસ ટીમને મળેલી બાતમીના આધારે ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન, અર્જુનભાઈ નીછાભાઈ પટેલ (રહે. ગોડથલ, પટેલ ફળિયું) ને ટ્રક નંબર GJ-15 AX-0644 સાથે આંતરવામાં આવ્યો હતો. ટ્રકની તલાશી લેતા તેમાંથી ગેરકાયદેસર રીતે કપાયેલા અને ઘડતર કરેલા 754 નંગ ખેરના લાકડા મળી આવ્યા હતા, જેનું વજન આનામદાર કોર્ટે ગુનાની ગંભીરતા અને આરોપીના ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખીને તેની જામીન અરજી નામંજૂર કરી દીધી.

કોર્ટે આરોપીને 13 ફેબ્રુઆરી, 2026 સુધી નવસારી સબ જેલમાં કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે. વન વિભાગની આ કડક કાર્યવાહીથી લાકડા ચોરી કરતા માફિયાઓમાં ભયનો માહોલ ફેલાયો છે. 16 ટન અને ઘન મીટર વન વિભાગની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલ આરોપી અર્જુન પટેલ રીઢો ગુનેગાર છે અને તેની વિરુદ્ધ અગાઉ 23 જેટલા વન ગુનાઓ નોંધાયેલા છે. વન વિભાગે જપ્ત કરેલા મુદ્દામાલ સાથે આરોપીને ચીખલીની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યો હતો. વન વિભાગની આ કડક કાર્યવાહીથી લાકડા ચોરી કરતા માફિયાઓમાં ભયનો માહોલ ફેલાયો છે.