વલસાડ: આજરોજ વલસાડના અતુલ ગ્રામ પંચાયતમાં નાણાકીય અને વહીવટી ગેરરીતિઓના આરોપો અને જિલ્લામાં ઉપસરપંચ દર્શનની ફરિયાદને લઈને સરપંચ વિક્રમ નાયકાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી વલસાડ જિલ્લા વહીવટ તરફથી કરવામાં આવી છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે સરપંચ વિક્રમ નાયકા સાહેબે ગ્રામ પંચાયતના વિવિધ વિકાસ કાર્યોનું સ્નેથળ પર અમલીકરણ કર્યા વગર જ તેના બિલો પાસ કરી દીધા હતા જેના કારણે અતુલ ગ્રામ પંચાયતને લાખો રૂપિયાનું નુકશાન વેઠવું પડયું હતું. ગ્રામ પંચાયતના ઉપ સરપંચ દર્શનભાઈ દ્વારા આરોપો લગાવતા અને જિલ્લાના પંચાયત સંબધિત અધ્કીઅરોને સરપંચ વિક્રમ નાયકા વિરુદ્ધ ફરિયાદ કરતાં આ સમગ્ર ભ્રષ્ટાચારનો મામલો બહાર આવ્યાનું હાલમાં કહેવામાં આવી રહ્યું છે. આ મામલામાં અતુલ પંચાયતના સભ્યોની પણ સામેલગીરી હોવાનું ગ્રામજનો આશંકા દર્શાવી રહ્યા છે.
ગ્રામ પંચાયતના કામોના નામે બિલો પસાર કરીને જનતાના પૈસાનો દુરુપયોગ થયો છે, તપાસમાં જો ભ્રષ્ટાચારના પુરાવા મળ્યા તો આરોપી વિરુદ્ધ ફોજદારી કેસ નોંધાશે અને જરૂરી તો નાણાકીય વસૂલાત પણ કરાશે. આ ઘટના ગ્રામીણ વિસ્તારોમાં પંચાયતી રાજના કાર્યપ્રણાલી પર પ્રશ્નો ઉભા કરે છે,











