અંકલેશ્વર: અંકલેશ્વર GIDCના રિઝર્વર તળાવમાંથી એક મગરનું બચ્ચું પકડાયું છે. વાલીયા ચોકડી નજીક આવેલા આ તળાવમાં મગરની હાજરી નોંધાતા વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.તળાવમાં મગર જોવા મળ્યા બાદ વન વિભાગને જાણ કરવામાં આવી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ વન વિભાગે તુરંત પાંજરું ગોઠવ્યું હતું, જેમાં મગરનું બચ્ચું ફસાયું હતું.વન વિભાગે મગરના બચ્ચાને સુરક્ષિત સ્થળે છોડી મૂકવાની કવાયત શરૂ કરી છે. અંકલેશ્વરમાં નર્મદા નદી અને તેની સાથે જોડાયેલી નદીઓમાં મગરની હાજરી સામાન્ય છે.

હવે શહેરી વિસ્તારોના તળાવોમાં પણ મગર દેખા દેતા ચિંતા વધી છે.આ તળાવની આસપાસ બનાવેલા વોકિંગ વે પર સવાર-સાંજ મોટી સંખ્યામાં લોકો ચાલવા અને કસરત કરવા આવે છે. મગરની હાજરીને કારણે તંત્ર અને સ્થાનિક લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે.