સોનગઢ: સોનગઢ થી સાંઢકુવા જતા વર્ષો જુના રેલ્વે અંડર બ્રીઝ પાણી નિકાલ માટે છે આ રસ્તો વાહનો અને મનુષ્યના અવર-જવર માટે વાપરવો નહિ તેવા નોટિસબોર્ડ લગાવવામાં આવતા લોકોની નારાજગી જોવા મળી રહી છે.
આ જે રસ્તો છે તે વર્ષો જૂનો છે અને લગભગ 150 સાલ જુનો આ રસ્તો 40 જેટલાં ગામના લોકો માટે અવરજવર કરવા માટે રોજિંદા જીવન વ્યવહાર નો મુખ્ય રસ્તો છે. દર વર્ષે આ રસ્તાનું રીપેરિંગ પણ કરાવવામાં આવે છે જેથી આ અંડરબ્રિજ નીચેથી વાહનો જઈ શકે. પરંતુ છેલ્લા વર્ષ 2024-25 માં આ બ્રિજ નીચેનો રસ્તો વધારે ધોવાણ થવાંથી બ્રિજ નુકશાની ખર્ચ પણ વધી ગયો હશે તેમ લાગે છે. જેના કારણે તંત્ર આ રસ્તો રીપેર કરવા માટે બચવાના બહાના શોધતું હશે તેમ આખરે નોટિસ બોર્ડ લગાવી દીધો હશે તેમ લાગે છે.
સોનગઢથી આહવા ડાંગ જિલ્લો કે અન્ય 60 જેટલાં ગામડાઓ રેલવે ફાટકના આ રસ્તા પરથી જવા મજબુર છે તેના કારણે સોનગઢ રેલવે ફાટક પર વાહનોની લાંબી ટ્રાફિક સર્જાય છે. ગણી વખત તો અડદો કલાક સુધી આ રેલવે ફાટક પાસે ઉભા રહેવાનો વારો આવે છે અને લાકો રેલવે અંડર બ્રિજની નીચેથી અવર જવર કરે છે.આ રસ્તાને લઈને પહેલા પણ ઘણી સમસ્યાઓ સર્જાય છે અને બબાલ પણ થયાં છે આ રેલવે ફાટકના કારણે 108 જેવી ઇમરજેન્સી સેવાઓ પણ ઠફ થાય છે અને ભૂતકાળમાં ગણા લોકોને રેલવે ફાટકના લીધે સારવાર ટાઇમ પરના મળવાથી જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અને હંમેશા થી ફ્લાયઓવર બ્રિજની માંગ રહી છે ત્યારે તંત્ર દ્વારા રેલવે અંડરબ્રિજ પાસે આવા અવર જવર મનાયના બોર્ડ મારી દેવામાં આવે તો ઘણા ગામો ઈમરજેન્સી સમયે રેલવે ફાટક પાસે અટવાશે અને જીવ ગુમાવશે તેવું લાગી રહીયું છે.











