ડેડીયાપાડા: આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આ બજેટમાં ગુજરાતના લોકોને સરકાર તરફથી ખૂબ જ આશાઓ અને અપેક્ષાઓ હતી, પરંતુ આ બજેટથી લોકો નિરાશ થયા છે.

યુવાનોને આશા હતી કે આ બજેટમાં રોજગારની વાત કરવામાં આવશે, ખાલી જગ્યાઓને ભરવાની વાત કરવામાં આવશે, આઉટસોર્સિંગ, ફિક્સ પગારદારો અને ગ્રામ પંચાયતથી લઈને સચિવાલય સુધી કોન્ટ્રાક્ટ પર કામ કરતા લોકોને આશા હતી કે તેમને કાયમી કરવામાં આવશે, પરંતુ આવું થયું નહીં. અમારી માંગ છે કે યુવાનો માટે સરકાર ભરતીની જાહેરાત કરે અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરે. અમારી વધુ માંગ છે કે ગેસનો બાટલો પાંચસો રૂપિયામાં આપવામાં આવે અને દર મહિને મહિલાઓને મહિલા સન્માનની અઢી હજારની રકમ ચૂકવવામાં આવે. વૃદ્ધોને દર મહિને ₹2,000 પેન્શન ચૂકવવામાં આવે.

આ ઉપરાંત સરકાર સમક્ષ મારી માંગ છે કે આદિજાતિ વિકાસની ગ્રાન્ટમાંથી એનજીઓ, એજન્સીઓ અને અધિકારીઓ દ્વારા બારોબાર કામ કરી દેવામાં આવે છે, તેને અટકાવવામાં આવે. નર્મદા ડેમનું પાણી આદિવાસી વિસ્તારોને પણ મળે, નહેર, ઉદ્વહન સિંચાઈ યોજનાની પાઇપલાઇનથી પાણી આપવામાં આવે. આ સિવાય ખેડૂતોને ‘કિસાન સૂર્યોદય યોજના’ હેઠળ દિવસમાં 10 કલાક પાણી આપવામાં આવે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here