ગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આવતીકાલે બે ગુજરાતના પ્રવાસે છે આ બંનેમાં મહાનુભાવો બે દિવસ ગુજરાતના પ્રવાસે હોવાથી વહીવટી તત્રં ધંધે લાગી ગયું છે. જો કે વડાપ્રધાન દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે તો રાહુલ ગાંધી અમદાવાદમાં રહેવાના છે.
સુરતના લિંબાયત વિસ્તારમાં વડાપ્રધાનના કાર્યક્રમ હોય તત્ર દ્રારા સમગ્ર વિસ્તારનો નકશો બદલી નાખ્યો છે. બીજી તરફ તત્ર સાથે સાથે શાસકોએ પણ વડાપ્રધાનના રૂટ અને સભા સ્થળનું નિરીક્ષણ કર્યુ હતું. આવતીકાલે સુરતમાં લિંબાયત ખાતે વડાપ્રધાનનો જાહેર કાર્યક્રમ છે તેના પગલે પાલિકા અને અન્ય વહીવટી તત્ર દ્રારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. લિંબાયતના નીલગીરી સર્કલ ખાતે 7મી માર્ચ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા 50 હજારથી વધુ લાભાર્થીઓને નેશનલ ફૂડસિકયોરિટી એકટ હેઠળ આવરી લેવાની સાથે સાથે વિશાળ જનસભાને સંબોધિત કરશે. લિંબાયતના હેલિપેડથી નીલગીરી સર્કલ સુધી ત્રણ કિલોમીટર વિસ્તારમાં રોડ શોનુ આયોજન થઈ રહ્યું છે. ભાજપ શાસકોએ પાલિકા અને તત્ર સાથે મળીને સ્થળનું નિરીક્ષણ કયુ હતું. ત્રણ કિલોમીટરના શોમાં અભિવાદન માટે 30 જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે આ સ્ટેજ પરથી વિવિધ સમાજ અને સંસ્થાના અગ્રણીઓ વડાપ્રધાનનું અભિવાદન કરશે.
બીજી બાજુ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આવતીકાલે સવારે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે શ્રેણીબદ્ધ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે રાત્રી રોકાણ પણ કરે તેવી સંભાવના છે કોઈ કાર્યકર્તાના નિવાસ્થાને તેઓ રાત્રિ રોકાણ કરશે રાહુલ ગાંધીની મુલાકાતને લઈને કૉંગ્રેસમાં એક અનેરો ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પ્રથમ બેઠક બાદ પ્રમુખ શકિતસિંહ ગોહિલ વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા સહિતના પદાધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે રાષ્ટ્રીય નેતા શ્રેણીબદ્ધ બેઠકો હોદ્દેદારો સાથે બપોરે ભોજન સાથેની બેઠકનું આયોજન કરાયું છે પૂર્વ ધારાસભ્યો સાથે સાંજે બેઠક યોજાશે.
શનિવારે રાહુલ ગાંધી સમાજના વિવિધ વર્ગના આગેવાનો સાથે બેઠક યોજશે પછી કાર્યકરો સાથે સંવાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસ પક્ષના સબળ નેતૃત્વના અભાવને કારણે મોટી નુકસાની થઈ રહી છે જેને ધ્યાનમાં રાખીને સંગઠનમાં પ્રોફેશનલ ટચ આપવાની તૈયારી કરવામાં આવી રહી છે.બે વર્ષ બાદ ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રદેશ કોંગ્રેસમાં પ્રાણ ફુંકવા અને સંગઠનને મજબૂત બનાવવાની રણનીતિ અત્યારથી અમલમાં મુકાશે તેનું મોનિટરિંગ રાષ્ટ્રીય નેતૃત્વ દ્રારા સીધું કરાશે ગુજરાતમાં રચાનાર સંગઠનના મોડલની સફળતાને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં રાષ્ટ્રીય સ્તરે તેને લાગુ કરાશે તેમ કોંગ્રેસના સૂત્રો જણાવી રહ્યા છે.

