વાલિયા: દક્ષિણ ગુજરાતમાં ગુનાખોરીના કિસ્સો વધી રહ્યા ત્યારે ભરૂચના વાલિયામાં આવેલા એક બંધ મકાનમાંથી શિક્ષક દંપતીનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે આખો દિવસ મકાન બંધ રહેતા સ્થાનિકોને શંકા જતાં તેમણે ઘર ખોલ્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ અનુસાર વાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાં આવેલા એક મકાનમાં શિક્ષક દંપતીની લાશ મળી આવી હતી. શિક્ષક દંપતીનું મકાન આખો દિવસ બંધ રહેતાં સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે દરવાજો તોડી મકાનમાં પ્રવેશ કરીને દંપતી જીતેન્દ્ર સિંહ બોરાદરા અને લતાબેન બોરાદરાના મૃતદેહને લોહીલુહાણ હાલતમાં બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે.

ઘટના સ્થળ પર ઉચ્ચ પોલીસ અધિકારીઓએ દોડી આવ્યા હતા શિક્ષક દંપતીની હત્યા કરાઈ છે કે આત્મહત્યા તેને લઇને રહસ્ય ઘૂંટાઇ રહ્યું છે. દંપતીની હત્યા કરવામાં આવી છે કે આત્મહત્યા કરી છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.