સુરત: સુરતમાં ફરી એકવાર 108 એમ્બ્યુલન્સની પ્રસંશનીય કામગીરી સામે આવી છે. અલથાણની શ્રી સત્યા સાઈ સ્કૂલમાં ધોરણ-10 બોર્ડની ચાલુ પરીક્ષામાં એક વિધાર્થીની તબિયત બગડતા 108ની મદદથી તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. છાતી અને પેટમાં દુખાવાની ફરિયાદ સાથે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયેલી પૂજાએ જણાવ્યું હતું કે ઘણા દિવસોથી તેને આવો દુખાવો થાય છે.આ દુખાવાને લઈને અનેક ડોકટરોને બતાવ્યું અને રિપોર્ટ પણ કઢાવ્યા હતા. પરંતુ તમામ રિપોર્ટ પણ નોર્મલ આવ્યા છે. અને હાલમાં ફરી દુઃખાવો ઉપડયો એટલે ખબર નથી પડતી કે શુ કરું, બસ આગળનું અંગ્રેજીનું પેપર સારું જાય એવી આશા રાખું છું.
Decision News ને મળેલી માહિતી અનુસાર તેઓ મૂળ રાજસ્થાનના વતની છે. સુરતમાં વર્ષોથી રહીને લોટ દળવાની ઘંટી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા આવ્યા છે. સંતાનમાં ત્રણ દીકરી છે જેમાં પૂજા મોટી દિકરી છે. દીકરી પૂજા છેલ્લા એક મહિનાથી આવી વિચિત્ર બીમારીથી પીડાય છે ધોરણ-10ની પરીક્ષા શરૂ થવાના 10 દિવસ પહેલા જ તેમનું પરિવાર વતન રાજસ્થાનથી સુરત આવ્યું છે પૂજાએ જણાવ્યું હતું કે આજે ત્રીજું એટલે સામાજિક વિજ્ઞાનનું પેપર હતું.અલથાણની શ્રી સત્યા સાઈ સ્કૂલમાં સવારે 10 વાગે પેપર શરૂ થયું હતું. 11.30 વાગે તો ગભરામણ બાદ છાતીમાં અને પેટમાં દુખાવો શરૂ થઈ ગયો હતો. ચાલુ પરીક્ષામાં પૂજાને પરસેવો છૂટવા લાગ્યો હતો. પૂજા પરસેવાથી રેબઝેબ થઈ જતા શિક્ષકો દોડી આવ્યા હતા. શાળાના શિક્ષકોએ પરિવારને જાણ કરી સાથે તાત્કાલિક 108ને જાણ કરતા ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં કેટલાક ઇન્જેક્શન અને બોટલ ચઢ્યા બાદ પૂજાને સારું લાગ્યું હતું.
વધુમાં જણાવ્યું હતું કે ઘણા દિવસોથી આવો દુખાવો થાય છે અનેક ડોક્ટરોને બતાવ્યું, તમામ રિપોર્ટ પણ નોર્મલ આવ્યા, હવે ખબર નથી પડતી શુ કરું, બસ આગળનું અંગ્રેજીનું પેપર સારું જાય એવી આશા રાખું છું. આજે મને આવી દર્દનાક પરિસ્થિતિમાં હોસ્પિટલ સુધી પહોંચાડનાર શિક્ષકો અને 108 નવજીવન લોકેશનની ટીમનો હૃદયથી આભાર માનું છું. 108ની સેવા ખરેખર પ્રસંશનીય છે.

