વ્યારા: 3 માર્ચ 2025 ના દિને તાપી જિલ્લાની જીવાદોરી સમાન જનરલ રેફરલ હોસ્પિટલ ‘સરકારી હોસ્પિટલ સરકારી જ રહેવા દો’ ના સૂત્ર સાથે વ્યારા ખાતે આદિવાસી સમાજના અગ્રણીઓ અને લોકો અનિશ્ચિત સમયના ધરણા પર બેઠા છે.

Decision news ને મળેલી માહિતી મુજબ વ્યારા ખાતે આદિવાસી સમાજના અગ્રણીઓ હજારો આદિવાસી લોકો સાથે અનિશ્ચિત સમયના ધરણા પ્રદર્શન બેઠા છે તેમાં રાત્રે પણ સોનગઢ તાલુકા પંચાયત માજી પ્રમુખશ્રી યુસુભ ગામીત, વ્યારા નગરપાલિકા કોર્પોરેટર શ્રી જોનીલ ગામિત સહીત આદિવાસી સમાજની હક અને અધિકારની લડાઈ લડતા યોદ્ધાઓ સાથે રાત્રે પણ આપણા સમાજને ન્યાય આપવવા માટે અડીખમ બેઠા છે

ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ જણાવે છે કે તો આપણી પણ ફરજ બને છે કે આ હક અને અધિકારની લડાઈ ના સહભાગી બનીએ સાથે તમામ હિતેચ્છુ ઓને હક અને અધિકારની લડાઈ માં જોડાવા માટે અપીલ કરું છું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here