ઝઘડિયા: ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામેથી વસાવા આદિવાસી સમાજના યુવાન દ્વારા ભરૂચ તાલુકાના નિકોરા ખાતે હેલિકોપ્ટર માં વરરાજા દ્વારા જાન લઈ જવામાં આવી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં અને ઈલેક્ટ્રીક મીડિયામાં કવરેજમાં આવતા ઈલેક્ટ્રીક સોશિયલ મીડિયામાં લાલાભાઇ નામના યુવક દ્વારા આદિવાસી સમાજની યુવતી ઓ માતા બહેનો પર અભદ્ર અને તુચ્છ ટિપ્પણી કરવામાં આવી હતી જે ખૂબ જ નિંદનીય બાબત છે.

આવી બાબતો પાછલા મહિનામાં ઘણી વખત થયેલ છે. આવા આદિવાસી સમાજ પર વારે ઘડીએ ખોટી કોમેન્ટો જે લોકો કરે છે શું એમના ઘર કુટુંબમાં કે સમાજમા માં,બહેન કે દીકરીઓ નથી ? આવા લોકોને કારણે આદિવાસી સમાજ અને બીન આદિવાસી સમાજ વચ્ચે એક ગેપ ઊભી થઈ રહેલ છે. જેના કારણે સરકાર અને સરકારી તંત્ર દ્વારા આવા લોકો પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે જો આવા લોકો પર કાયદાકીય કાર્યવાહીની ન કરવામાં આવે તો ભવિષ્યમાં જે કંઈ પણ થાય એ પ્રશાસન અને સરકારની જવાબદારી રહેશે.

ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ સી વસાવા જણાવે છે કે આવા લોકોને હું કહેવાં માંગુ છું કે તુમ તુમ્હારી ઔકાત મે રહો, હમ ભી આદિવાસી કી ઓલાદ હૈ હું એક આદિવાસી સમાજના અગ્રણી તરીકે આપ સૌને આહવાન કરું છું કે આવતીકાલે તારીખ 21- 2- 2025 ના રોજ D.S.P તેમજ કલેકટર કચેરી ભરૂચ ખાતે હાજર રહીશ. આપ સૌ પણ આદિવાસી સમાજના વ્યક્તિ તરીકે પાર્ટી થી પર જઈને હાજર રહેશો.