ધરમપુર: ગતરોજ ધરમપુરના કરંજવેરી પ્રાથમિક શાળાનાં બાળકો અને મોટી કાંગવી પ્રાથમિક શાળા બાળકો માટે શ્રી પ્રવીણભાઈ પટેલ દ્વારા ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ ખુબ જ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.

આ ક્રિકેટ સ્પર્ધામાં સામાજિક આગેવાન અને વનરાજ કોલેજ નિવૃત્ત કર્મચારી ઉત્તમભાઈ ચૌરા જણાવે છે કે ભાઈઓ ટીમ કરંજવેરી મુખ્ય પ્રાથમિક શાળા, પટેલ ફળિયા પ્રાથમિક શાળા, કાંગવી પ્રાથમિક શાળા,લુહેરી પ્રાથમિક શાળા,સાવરમાળ પ્રાથમિક શાળાઓએ ભાગ લીધો હતો અને બહેનોની કરંજવેરી મુખ્ય પ્રાથમિક શાળા કરંજવેરી , પટેલ ફળિયા પ્રાથમિક શાળા કરંજવેરી, કાંગવી પ્રાથમિક શાળાઓએ ભાગ લીધો હતો જેમાં ભાઈઓમાં કરંજવેરી મુખ્ય શાળાનાં ભાઈ – બહેનોની ક્રિકેટ ટીમ ફાઈનલ વિજેતા જાહેર કરવામાં આવી છે ભાઈઓમાં રનસૅઅપ કાગવી પ્રાથમિક શાળા, અને બહેનોમાં પટેલ ફળિયા પ્રાથમિક શાળા કરંજવેરી રનસૅઅપ વિજેતા જાહેર કરવામાં આવી હતી .

જેમાં આચાર્યશ્રી, તથા સ્ટાફ પરિવારે શાળાનાં બાળકોને ખૂબ સરસ રીતે ટ્રેનિંગ આપી હતી. આ બાળકોની સિધ્ધી જોઈ ગામના આગેવાનોઓએ હાર્દિક શુભેચ્છા પાઠવી છે. શિક્ષણ ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે ખૂબ તાલુકા લેવલે, જિલ્લા લેવલે અને રાજ્ય લેવલે પણ આવી સિદ્ધિ પ્રાપ્ત કરી શાળાનું અને ગામનું નામ રોશન કરે એવું જણાવ્યું છે