ઘરમપુર: ઘરમપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. કુલ 24 બેઠકોમાંથી પાર્ટીએ 20 બેઠકો પર વિજય મેળવ્યો છે. બાકીની 4 બેઠકો અપક્ષ ઉમેદવારોના ફાળે ગઈ છે. પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી અમિત ચૌધરીની દેખરેખમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી. મતગણતરી ધરમપુર મામલતદાર કચેરીના ત્રીજા માળે યોજાઈ હતી.
Decision News ને મળેલી માહિતી અનુસાર કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે આ પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. વોર્ડ વાર પરિણામોમાં પહેલા વોર્ડમાં અપક્ષ ઉમેદવાર ડાહ્યાભાઈ પટેલને 1408 મત મળ્યા. બીજા વોર્ડમાં ભાજપના નરેશ પટેલે 2316 મત મેળવ્યા. ત્રીજા વોર્ડમાં ભાજપના ફટદબીન બાહનાનને 1313 મત મળ્યા. ચોથા વોર્ડમાં ભાજપના ઉર્મિલા ભોયાએ 1288 મત મેળવ્યા.
પાંચમા વૉર્ડમાં ભાજપના જિજ્ઞેશ પટેલે 1756 મત મેળવ્યા. છઠ્ઠા વોર્ડમાં ભાજપના અનિતા ચૌધરીએ 1499 મત સાથે વિજય મેળવ્યો.2018ની ચૂંટણીની સરખામણીમાં ભાજપે નોંધપાત્ર પ્રગતિ કરી છે. ગત ચૂંટણીમાં પાર્ટીને 14 બેઠકો મળી હતી, જ્યારે કૉંગ્રેસને 10 બેઠકો મળી હતી. આ વખતે ભાજપે 6 બેઠકનો વધારો કર્યો છે. કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઍક પણ બેઠક જીતી શક્યા નથી.

