કપરાડા: આદિવાસી વિસ્તારોમાં જળ જંગલ જમીનને નુકશાન પોહ્ચાડતા પ્રોજેક્ટોને લઈને આવતીકાલે આદિવાસી વિસ્તારોમાં આવતાં કપરાડાના રોહિયાળ તલાટ ગામમાં પરંપરાગત આદિઅનાદિથી ચાલી આવતી રૂઢિગત ગ્રામસભાનું આયોજન ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું છે.
Decision News ને મળેલી માહિતી મુજબ કપરાડાના રોહિયાળ તલાટ ગામમાં પરંપરાગત આદિઅનાદિથી ચાલી આવતી રૂઢિ અને પ્રથા મુજબ મુજબ કુદરતી નીતિ-નિયમોમુજબ આધીન જેને (કસ્ટમરી લો-નોન જ્યુડીશીયલ લો સિસ્ટમ) આદિવાસી સમુદાયના સ્વશાસન પ્રશાસન અને નિયંત્રણ કરવાની અમલ વ્યવસ્થાને સંવૈધાનિક નિયંત્રણ કરવા રુઢિપ્રથા ગ્રામસભા રાખવામાં આવી છે.
આ ગ્રામસભામાં સવારે 10:30ના સમયગાળામાં કપરાડા તાલુકાના રોહિયાળ તલાટ ગામમાં યોજાશે. જેમાં ગામના આગેવાનો શુભ ચિંતક ભાઈઓ- બહેનો વડીલો ને હાજર રહેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ગ્રામસભા કપરાડાના સમગ્ર રૂઢી પ્રથા ગ્રામ-અધ્યક્ષ / પટેલ આદિવાસી સમાજના સંગઠનના હોદ્દેદારો દ્વારા યોજવામાં આવી છે.

