વાંસદા: આજરોજ વાંસદા નિવાસી ખાતે એસ.એસ માહલા કેમ્પસ કુકડનખીના કર્મચારી થકી ધોરણ 12, પછી શું ?ટેકનિકલ/વ્યવસાયલક્ષી કોર્ષની સમજ, પ્રવેશ પ્રક્રિયાથી માહિતગાર. સ્કોલરશીપ અથવા ફ્રીશીપકાર્ડ અંગેની માહિતી.એજ્યુકેશન અંગેની સંપૂર્ણ માહિતીનું માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

વધુમાં..ઓછી ભણતરમાં વહેલી તકે નોકરી પ્રાપ્ત કરવી. ગુજરાત રાજ્યની વિવિધ કોલેજોના જોડાણ માન્યતા અંગેની માહિતી. વાંસદા નિવાસીના ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને ટાઈમ મેનેમેન્ટ અને ગુજરાત સરકાર GCAS પોર્ટલ,ACPC, એન્જિનિયરિંગ, મેડિકલ, ફાર્મસી, અને એગ્રિકલ્ચર વિષે ઓનલાઇન ફ્રોમ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું છે ગત વર્ષ 2024-25 માં સરકારે એક કોમન પોર્ટલ બધી સરકારી કૉલેજ અને યુનિવર્સિટીની આ પ્રક્રિયા ચાલુ થયેલ હતી. ચાલુ વર્ષમાં ગૂજરાત સરકાર એ વિદ્યાર્થીને UG -PG, લેવલના એક જ પોર્ટલ પર એડમીશન પ્રક્રિયા 2025-26 માં જાહેર કરેલ છે. 12માં ધોરણનું રીઝલ્ટ આવી ગયા બાદ તરત જ એડમીશન પ્રક્રિયા શરૂ થઈ જતી હોય તે માટે વિદ્યાર્થીઓને કઈ રીતના GCAS, Medical, ACPC ENg, Agriculture એડમિશન પ્રક્રિયામાં ધ્યાન આપવું. એડમિશનથી વંચિતના રહી જાય તે માટે માસ્ટર પ્લાનિંગ કરીને હાલમાં વિદ્યાર્થીઓને પેરમેડિકલ અને GCAS પોર્ટલનું માર્ગદર્શન સ્કૂલમાં જઈ આપી રહ્યા છે અને 12 ધોરણ ની પરીક્ષા પૂર્ણ થઈ ગયા બાદ આદિવાસી વિદ્યાર્થી અને વાલી સંમેલન રાખી વિદ્યાર્થીઓને અને વાલીઓને ફરી એક વખત પ્રવેશ પ્રક્રિયા માટે પૂરી માહિતી આપવામાં આવશે.

હાલમાં 2024-2025 ના વિદ્યાર્થીઓ જ્યારે એડમિશન પ્રક્રિયામાં ઓનલાઇન થકી એડમીશન બાકી રહી જતા હાલમાં સરકારે સ્કોલરશીપ આપવાનું બંધ કરેલ છે ત્યારે વિદ્યાર્થીઓને એ વિશે પણ માહિતી આપી એડમિશન પ્રક્રિયા કઈ રીતના લઈ સ્કોલરશીપનો લાભ મળી શકે તે માટેની હાલમાં માહિતી આપી રહ્યા છે. નવાં વર્ષમાં ડાંગ, વાંસદા ના કોઈ પણ વિદ્યાર્થી એડમિશન પ્રક્રિયા અને સ્કોલરશીપનો લાભ બાકી નહી રહી જાય એ માટે કેમ્પસ માંથી ઓનલાઇન પ્રક્રિયા વિના મૂલ્યે ફોર્મ ભરી આપવામાં આવશે.