હાલોલ: શાંતિ સુરક્ષા અને સલામતી માટે નિયુક્ત કરેલી પોલીસના ભ્રષ્ટ અધિકારી લાંચ લીધાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે વધુ એક હાલોલ ગ્રામ્ય પોલીસ સ્ટેશન, જીલ્લા પંચમહાલ ખાતે ફરજ બજાવતા પ્રો. પોલીસ સબ ઇન્સ્પેક્ટર મેહુલકુમાર રમેશભાઈ ભરવાડ લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે.

Decision News ને પ્રાપ્ત માહિતી મુજબ, ફરિયાદીને હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુનામાં વોન્ટેડ જાહેર કરી, તેને શારીરિક હાનિ ન પહોંચાડવા અને હેરાન ન કરવા માટે આરોપીએ લાંચની માંગણી કરી હતી. ફરિયાદીને રૂ. 1,00,000/-ની લાંચ ચૂકવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. વિશેષ માહિતી મળતાં, એન્ટી-કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ગૂપ્તરીતે પકડી પાડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

જાળવી રાખેલી યોજનાના અંતર્ગત, આરોપી સબ ઇન્સ્પેક્ટર લાંચ લેતા પકડાઈ ગયા. હાલમાં, આરોપી સામે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. ACB દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.