કપરાડા: ગતરોજ કપરાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર સુરજસીંગ વસાવાની ટીમના ASI ગૌતમભાઈ કાળુભાઈઓને મળેલ બાતમીના આધારે કપરાડા પો.સ્ટે. પ્રોહિબીશનના (વિદેશીદારૂ) ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો.
વલસાડ એસ.પી ડોક્ટર કરણરાજ વાઘેલા સાહેબની સૂચના મુજબ હાલ જિલ્લામાં વોન્ટેડ આરોપીઓને પકડવા માટેની ખાસ ઝુંબેશ ચલાવવામાં આવેલ હોય જે અંતર્ગત કપરાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર સુરજસીંગ વસાવા ની ટીમના ASI ગૌતમભાઈ કાળુભાઈઓને મળેલ બાતમીના આધારે કપરાડા પો.સ્ટે. પ્રોહિબીશનના (વિદેશીદારૂ) ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી વોન્ટેડ આરોપી અનિલ રામુભાઈ મળગાવે ઉંમર વર્ષ ૨૬ રહે.શુલ્યા ગામ ગારમાળ ફળિયા તા. કપરાડા જિ.વલસાડનાઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
પકડાયેલ આરોપી કપરાડા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન (વિદેશી દારૂ) ના ગુનામાં છેલ્લા દોઢવર્ષ વોન્ટેડ હોય જેને નાસ્તો – ફરતો જાહેર કરવામાં આવેલ હોય જેને કપરાડા પોલિસની ટીમે પકડી પાડી કાયદેસરની પોલીસ કાર્યવાહી કરેલ છે.

