સુરત: સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર દ્વારા તારીખ 2 ફેબ્રુઆરી 2025 ના રોજ નેશનલ ફાઈટર ક્રિકેટ મેદાન મગદલ્લા ગામમાં સમાજભવનના લાભાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજના મુખ્ય મહેમાન તરીકે લોકસભાના દંડક, વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Decision News ને મળેલી માહિતી મુજબ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા સન્માન આદિવાસી રિતિ રિવાજ પ્રમાણે ફાડીયુ બાધી અદયક્ષ કાંતિભાઈ કુનબી દ્વારા સન્માન કરવામાં આવેલ હતા વઘુમા તેમના દ્વારા સમાજના નવ યુવાનોને આ ક્રિકેટના માધ્યમથી નવયુવાનોને એક મંચ ઉપર લાવવા આ કિકેટના માદયમથી સમાજમા નવયુવાનો‌ને જોડી પ્રોત્સાહિત કરવામા આવેલ તેમજ તેઓ પોતે કિકેટના ઉત્સાહી હોય તેમના દ્વારા નવ યુવાનોને ક્રિકેટ રમીને પ્રોત્સાહિત કરવામાં આવેલ તેઓ હરહંમેશ સમાજમાં શહેરમાં તેમજ જિલ્લાઓમાં રમતગમતક્ષેત્રે ક્રિકેટના નવયુવાનો માટે પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત રહેતા ‌હોય આમ તેઓ સમાજની સમસ્યા બાબતે સમાધાન માટે હરહંમેશ તૈયાર હોય છે.

સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેરના સમગ્ર આદિવાસી સમાજના જ્ઞાતિ મંડળોના પ્રમુખશ્રીઓ તેમજ સમાજના અગ્રણીઓ અને નવયુવાનો, મહિલાઓ ઉપસ્થિત રહી તેમના દ્વારા રમત ગમત ક્ષેત્રે આગળ વધી સમાજને પ્રોત્સાહિત કરવા અને ખાસ કરીને શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે આગળ વધવા માટે નવયુવાનો ને અપીલ કરી ઉદબોદન કરવામાં આવેલ હતા. સમાજના સંગઠનમંત્રી જે. બી. પવાર દ્વારા આદિવાસી પ્રતિમા આપી સન્માનિત કરવામા આવેલ સમાજના મંત્રી પ્રફુલ્લ ભાઈ તેમજ નિરવભાઇ અને અંકિતભાઈ પટેલ સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટનું સંકલન સાથે આયોજન કરવામા આવેલ હતું.