નવસારી: ગણદેવી-નવસારી વચ્ચે સાંજના સમયે 6થી 8 વાગ્યાની વચ્ચે ગણદેવી આવવા માટે એક પણ બસ ન હોવાથી સુરત કે નવસારીથી ગણદેવી ગડત, પરત આવવા મુસાફરને બે કલાક સુધી નવસારી ડેપો પર બેસી રહેવું પડતું હતું.નવસારી અને બીલીમોરા ડેપો દ્વારા સામ સામે બે બસ મૂકી દેવાતા મુસાફરોમાં આનંદની લાગણીઆવી ગઈ હતી.

Decision News ને મળતી માહિતી મુજબ છેલ્લા ત્રણ મહિનાથી હાલતના ભોગ બની રહેલા ગણદેવીથી નવસારી નોકરી કરવા જતા નોકરિયાતોને બસ મુકાઇ હોવાથી આનંદ માહોલ ફેલાયો છે.સાંજના સમયે નવસારીથી આવવા ગણદેવી માટે બસ શરૂ કરવાની માંગણી લાંબા સમયથી થઈ હતી.

માંગણીકારોની માગણી સંતોષાતા આનંદનો માહોલ જોવા મળ્યો. લાંબા સમયથી મુસાફરો કે જેઓ રોજ નિયમિત પણે આવે છે તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ માટે ગણદેવી નગરના સોશિયલ ગ્રુપ સક્રિય રહ્યું હતું. નવસારી ડેપો પર હવે નિયમિત પણે રાત્રે આ બસ મૂકતાં હવે મુસાફરોને  સંતોષ રહશે.