વાંસદા: આજરોજ વૈદેહી ફાઉન્ડેશન Navtad અને આનંદ તપોવન નવતાડ દ્વારા આયોજિત પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે ડેપ્યુટી મામલતદાર પ્રાંત ઓફીસ શ્રી દિપકકુમાર હડિયાએ હાજર રહી પ્રવૃત્તિની સરાહના કરવામાં આવી હતી.
ખાસ કરીને ગૌ માતાના પ્રોડક્ટ થી પર્યાવરણને થતા ફાયદા વિશે કહ્યું હતું અને અતિથિ વિશેષ શ્રી જય કુમાર સીઇઓ ગતિશીલ ડાંગ 100 લાભાર્થી હાજર રહ્યા. પંચગવ્યમાંથી 300 થી વધારે પ્રોડક્ટ બનાવવાની ટ્રેનિંગ સારથી ચેરીટેબલ ટ્રસ્ટ પોરબંદરના કેશુભાઈ મોકરિયા દ્વારા કરવામાં આવી હતી. વૈદેહી ફાઉન્ડેશન નવતાદને આનંદ તપોવન દ્વારા ગામડાની 10000 મહિલાઓને વિવિધ ટ્રેનિંગ દ્વારા આત્મા નિર્ભર બનાવવાનો સંકલ્પ કર્યો હતો. ડો. શંકરભાઈ પટેલ અને વૈશાલી શાહ દ્વારા બેનોને આત્મા નિર્ભર બનવા સંકલ્પ કરાવવામાં આવ્યો. વાંસદા તાલુકા અને ડાંગ જિલ્લામાં પંચગવ્ય અને અન્ય પ્રાકૃતિક સંપતિને વ્યવહારમાં લાવી એના ઉપયોગથી સ્વરોજગાર ઊભો કરવાની સમાજ આપી હતી.
આ પ્રસંગે ગામ ના સરપંચ અનિલભાઈ ડે.સરપંચ અમરતભાઈ અને આનંદ તપોવનના વાઇસ પ્રેસિડેન્ટ ડો.મંજુલાબેન હાજર રહ્યા. મોહી આભાર વિધિ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી દિલીપભાઈ દ્વારા કરવામાં આવ્યું. સભાનું સંચાલન મોહિનભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.

