માંડવી: માંડવી સ્થિતિ સુગર ફેક્ટરી ઘણા સમયથી ચર્ચામાં રહે છે કારણ હતું સુગર ફેક્ટરીનો ખાનગીકરણ કાલ રોજ તારીખ 6 જાન્યુઆરીના રોજ આ સુગર ફેક્ટરીને બચાવવા માટે ફરી મોટા પ્રમાણમાં ખેડૂતો સુગર ફેક્ટરીના વાડોદ ફેક્ટરી સાઈડ ગેટ પર ઉંટી પડ્યા હતા.

DECISION NEWS ને મળેલી માહિતી અનુસાર આ લોકોએ ચાલો માંડવી કરીને મોહીમ ચડી હતી અને જણાવ્યું હતું કે જો સુગર ફેક્ટરીમાં નિરાકરણ ના લાવવામાં આવ્યા અને જે લોકોના ખેડૂતોના મહેનતાણું રોકાણ કરેલું છે તે પાછું ન આપવામાં આવે તો મોટા પ્રમાણમાં આંદોલન પૂરું કરીશું ઘણા સમય પહેલા આ સુગર ફેક્ટરી દેવાળું થતા કિરણ બેંક પાસેથી લોન લીધી હતી.

પરંતુ તે લોન ના ચૂકવી શકતા કબજો બેંકની તરફેણમાં ગયો હતો ત્યારબાદ તંત્ર દ્વારા આ ફેક્ટરીને બારોબાર પ્રાઇવેટાઈઝેશન કરવાની વાત અચાનક સામે આવતા લોકોમાં હળબળાટ મચી ગયો હતો હવે જવાનું રહ્યું કે શું આનું નિરાકરણ લાવી રહ્યા છે કે પછી હવા બાજી ચાલુ છે.