સાગબારા: નર્મદા જિલ્લાના સાગબારામા પાડા ગામની આંગણવાડીના બાંધકામમાં લોલમપોલ…વહીવટીતંત્ર કોની જવાબદારી ONGC ના સી.એ.સાર માંથી બાંધકામ કરે પણ જેની ગુણવત્તા નિરીક્ષણ કરવા માટે જિલ્લા પંચાયત નર્મદા તાલુકા પંચાયત સાગબારામા કોય પણ ટેક્નિકલ કર્મચારી ફાળવ્યા હશે ખરા ?

DECISION NEWS ના કેમેરામાં પાડા ગામના આંગણવાડી કેન્દ્રના બાંધકામમાં હલકી ગુણવતાનું માલ-મટીરીયલ ચોપડી રહ્યા હોય અને લોખંડ કાપવા માટે DGVCL ના નજીકના થાબલા પરથી પીળા કલરના 15 મીટર વાયર બોર્ડ અને તેમજ થાબલા પર બીજો કાળા કલરનું 20 મીટર કેબલ જેમ મીની જલધારા સબમર્સીબલ પંપ સાથે ડાયરેક્ટર કોઈપણ મીટર કનેક્શન વગર વીજ ચોરી કરવામાં આવી રહી હતી જેને લઈને નજીકના DGVCL વહીવટી તંત્રને જાણ કરતા તાત્કાલિક ગણતરીના કલાકોમાં સ્થળ ઉપર પહોંચી વિડીયોગ્રાફી કરી થાંભલા પરથી કેબલ અને બોર્ડ આવેલ કર્મચારીઓ દ્વારા ઉતારવામાં આવ્યા હતા.

અહીના રહેલા સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું છે કે વર્ષોથી આજ રીતના મોટર ચાલી રહી છે આવનાર સમયમાં જોવું રહ્યું કે આ કિસ્સામાં શિક્ષાત્મક પગલાં લેવાય છે કે નહિ કે પછી ભીનું સંકેલી વહીવટીતંત્ર તંત્ર ધૃતરાષ્ટ્ર બની આગળ ધપે છે.