ધરમપુર: આમ તો થર્ટી ફર્સ્ટ ની ઉજવણી સામાન્ય રીતે લોકો પોતાના પરિવાર સાથે બહાર જઇ ખાણીપીણી સાથે કરે છે પરંતુ હ્યુમાનીટી ગ્રુપ ટ્રસ્ટ દ્વારા સતત નવમાં વર્ષે પણ વર્ષના અંતિમ દિવસ એવા થર્ટી ફર્સ્ટ ની ઉજવણી જરૂરિયાત મંદ બાળકો સાથે અનોખી રીતે કરવામાં આવી.
Decision News ને મળેલી માહિતી મુજબ વલસાડ જિલ્લામાં ધરમપુર તાલુકા ખાતે આવેલ નડગધરી સાદડપાડા પ્રાથમિક શાળાના બાળકોને ગ્રુપ દ્વારા રોજિંદા જીવનમાં તેમજ શિક્ષણમાં ઉપયોગી એવી ચીજ વસ્તુઓ જેવી કે નોટબુક,સ્કુલ બેગ, પાટીયુ, કંપાસ બોક્સ, સ્વેટર, રૂમાલ, ચંપલ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે બાળકોના મનોરંજન માટે નાસ્તો,રમત ગમત, ડીજે તેમજ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ બદલ શાળાના શિક્ષકો તેમજ સંચાલકો દ્વારા ગ્રુપનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ જ રીતે હ્યુમાનીટી ગ્રુપ અવારનવાર સમાજસેવાના કાર્યો કરી માનવતા મહેકાવવાનું કામ હમેશાથી કરતું આવ્યું છે











