ધરમપુર: આજરોજ 11 વાગ્યાની આસપાસ અમેરિકાના કેન્તુંકી સ્થિત વિશ્વપ્રસિદ્ધ સેરપેન્ટ ઝૂના ડાયરેક્ટર ક્રિસ્ટન વેલી અને મોરિયા મોરિસ ઝૂ કીપર તથા સી ઇન્ડિયા સંસ્થાના પ્રમુખ પ્રિયંકા કદમે ધરમપુર ખાતેના સ્નેક રિસર્ચ ઈન્સ્ટિટ્યુટની મુલાકાત લીધી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ મુલાકાત દરમિયાન ડાયરેક્ટર વેલીએ વલસાડ જિલ્લાના સાપ રેસ્ક્યુરો સાથે ચર્ચા કરી, સાપ પકડવાની વિવિધ ટેક્નિક્સ અને રેસ્ક્યૂ દરમ્યાન લેવી આવશ્યક તકેદારીઓ વિશે માર્ગદર્શન આપ્યું. ડો. ધીરુભાઈ પટેલ દ્વારા તેમને સંસ્થાની કામગીરી અને ઝેર સંકળાયેલી માહિતી આપી હતી.
ધરમપુર અને કપરાડા વિસ્તારમાં રસલ વાઈપર, કોબ્રા અને સોસ્કેલ વાઈપર જેવા સાપોની ઘણી પ્રમાણમાં ઉપલબ્ધિ છે, જેને ધ્યાનમાં રાખી સંસ્થા મહત્વપૂર્ણ અભ્યાસ અને સંશોધન કરે છે.
ડાયરેક્ટર વેલીએ જણાવ્યું કે તેમના ઝૂમાં 1200 થી વધુ સાપો છે અને અમેરિકામાં કે ભારતમાં, સાપ પકડવાની પ્રક્રિયા ખૂબ સમાન છે. તેમણે ધરમપુરના રિસર્ચ ઈન્સ્ટિટ્યુટની વ્યવસ્થા જોઈને પ્રશંસા કરી હતી અને અહીંના કાર્યમાં થતું યોગદાન સરાહનીય ગણાવ્યું.

