કપરાડા: ગતરોજ વલસાડના કપરાડા તાલુકાના નાનાપોંઢા ખાતે 2.21કરોડના ખર્ચે તૈયાર થયેલી મહિલાઓ સંચાલિત નાનાપોંઢા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના નવા અધતન મકાનનું ધારાસભ્ય જીતુ ચોધરી અને વસુધારા ડેરીના ચેરમેન નરેન્દ્ર વશીની ઉપસ્થિતિ વચ્ચે કરાયું હતું..

Decision News ને મળેલી જાણકારી મુજબ કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચોધરી એ જણાવ્યું કે પશુપાલન વ્યવસાય આજે મહિલાઓના સામાજિક અને આર્થિક ઉત્થાન માટે મહત્વનું પરિબળ બન્યું છે, મુકેશ પટેલ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ રમેશ ગાંવિત સહિત સહકારી આગેવાનો વિવિધ મંડળીના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા.

202 સભાસદો ધરાવતી મંડળીમાં 2023.23 ના વર્ષમાં ગાયનું કુલ 4.07 લાખ લીટર દૂધ ભેગુ થયું હતું. જે થકી રૂ.1.45 કરોડથી વધુની રકમ સભાસદોને ચૂકવવામાં આવી હતી. પ્રમુખ કલ્પનાબેન પ્રદીપ ભીસરા, મંત્રી સુમનભાઈ ભીસરા અને હોદ્દેદારોએ વસુધારા ડેરીના સહયોગથી દૂધ ડેરીનું પારદર્શક સંચાલન કરી મહિલાઓના જીવનમાં આર્થિક વિકાસનું સ્વપ્ન સિદ્ધ કર્યું છે.