રાજકીય: ભાજપના સંગઠનમાં કેવા પ્રકારના કાર્યકરોની પસંદગી કરવાની તેના ધારાધોરણો જાહેર કર્યા છે. ત્યારે C R પાટીલે કહ્યું..કે વર્ષોથી સંગઠનમાં કામ કરતા કાર્યકરોને બદલે કોંગ્રેસ સહિતના પક્ષોમાંથી આવેલા કાર્યકરો, નેતાઓ બારોબાર સંગઠનમાં ગોઠવાઈ જતા હતા એમને પણ ભાજપમાં દસ પંદર વર્ષ મહેનત મજૂરી કરવી પડશે.

હાલમાં ગુજરાત અને દેશભરમાં ભાજપ પક્ષના ચાલી રહેલા સંગઠન પર્વમાં હવે ડિસેમ્બર મહિનાથી બીજા તબક્કાનો આરંભ થઇ રહ્યો છે. આ તબક્કા પહેલાં ભાજપે સંગઠનમાં કેવા પ્રકારના કાર્યકરોની પસંદગી કરવાની તેના ધારાધોરણો જાહેર કર્યા છે. એના કારણે વર્ષોથી સંગઠનમાં કામ કરતા કાર્યકરોને બદલે કોંગ્રેસ સહિતના પક્ષોમાંથી આવેલા કાર્યકરો, નેતાઓ બારોબાર સંગઠનમાં ગોઠવાઈ જતા હતા એમને પણ ભાજપમાં દસ પંદર વર્ષ મહેનત મજૂરી કરવી પડશે. સંગઠનમાં સ્થાન માટે ભાજપે ન્યૂનત્તમ બે ટર્મ સુધી સક્રિય સભ્ય તરીકે મહેનત કરી હશે એમને જ પદ આપવાનો નિર્ણય કર્યો છે.

કેન્દ્રીય જળશક્તિમંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક કમલમ ખાતે મળી હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય ચૂંટણી સમિતિના સદસ્ય રાજદીપ રોય તથા સંગઠન મહામંત્રી રત્નાકર સંગઠન પર્વ સાથે જોડાયેલા કાર્યકરો હાજર રહ્યા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here