ઉમરપાડા: ગતરોજ ઉમરપાડા તાલુકાના સેલવાણ ગામ ખાતે દિવાળી ની સાંજે 6:30 થી 7:00 વાગે ગાળામાં મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં બે બાઇક સામ સામે ટકરાતાં બે બાઇક ચાલક સાથે એક બાળકીનું કરૂણ મોત નિપજયું હતું
Decision News ને મળેલી માહિતી મુજબ જીવલેણ અકસ્માતમાં ઉમરપાડાના ટાલવ ગામના આદિવાસી સમાજના સિહિલભાઇ હરિસિંગભાઇ વસાવા ઉંમર.20, નવાગામ (ઉમરપાડા) મહેન્દ્રભાઇ દિનેશભાઇ વસાવા ઉંમર. 35 અને મુસ્કાનબેન મહેન્દ્રભાઇ વસાવા ઉંમર.8 જેઓનું ધટના સ્થળ પર મુત્યુ પામ્યા હતા. સમગ્ર વિસ્તારમાં દુઃખનું મોજું ફરી વળ્યુ.
ત્યાંના સ્થાનિક લોકોનું કહેવું છે,કે હાલ યુવાઓ સ્પોર્ટસ બાઇક લઇને અવર સ્પીડમાં બાઇક હંકારી હોય તેના લીધે નિર્દોષ લોકો તેમની સાથે ભોગ બને છે. શું આદિવાસી વિસ્તારોમાં આવી ધટના પર ક્યારે કાબુમાં આવશે જે મોટો સવાલ વાર તહેવારે એવી ઘટનાઓ બની રહી જે અંગે સમાજ મુહીમ ઉપાડવી પડશે.