ચીખલી: આજે પણ આદિવાસી સમાજની સંસ્કૃતિ અને પરંપરાગત રીત-રીવાજોને લઈને આદિવાસી યુવાનો આગળ વધી રહ્યા છે ત્યારે આજરોજ ચીખલી તાલુકાના સરૈયા ગામના કુંડળ ફળિયાંમાં આદિવાસી પરમ્પરા રિતી પ્રમાણે દિયડાની વિધી કરવામાં આવી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ ચીખલી તાલુકાના સરૈયા ગામના કુંડળ ફળિયાંમાં આદિવાસી પરમ્પરા રિતી પ્રમાણે આદિવાસી સમાજના ધનશુખસહેબ, બિપીનસાહેબ, ધર્મેશભાઈએ દિયાડાની વિધી કરી ભૂલાય રહેલા રીત-રીવાજોને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો છે. જેને લઈને સમાજમાં અન્ય યુવાનોમાં પણ પોતાના સમાજમાં જાણવાની જિજ્ઞાસા જાગી છે.
આ દિયાડા કરનારા ચીખલી વિસ્તારના આદિવાસી યુવાનોએ આદિવાસી સંસ્કૃતીનુ મહત્વ વિશે ખુબ જ સરસ માહિતી આપી સમાજમાં જાગૃતતા લાવવાનો ઉત્તમ કામ કર્યું છે. દિયાડા બાદ કેટલાક વડીલોના પોઝિટિવ અભિપ્રાયો આપ્યા હતા