વાંસદા: ગતરોજ વાંસદા પોલીસ દ્વારા એક યુવકને ઢોર માર મારવામાં આવેલ હોય તેમજ પી.આઇ.ચાવડા સાહેબ દ્વારા પણ માર મારવામાં આવેલ હોવાના આક્ષેપ સાથે સ્થાનિક યુવક દ્વારા સોસિયલ મીડિયા વિડિયો વાયરલ કરાયો હતો ત્યારે બીજી તરફ પોલીસ કર્મીની ફરજ માં અડચણ ઉભી કરવા બદલ પોલીસ દ્વારા ઈસમ વિરુધ્ધ ફરિયાદ નોંધવામાં આવેલ છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ વાંસદા ખાતે રહેતા ધનરાજ વૈષ્ણવ એ પોતાની કારમાં બહેન અને માતાને લઈને ઘરે આવ્યા હતા. અને ગાડીમાંથી માતા તથા બહેન ઉતર્યા હતા ત્યારે બે મિનિટ માટે ફોર વ્હીલ ઘર બહાર ઊભી રાખી હતી તે દરમિયાન પોલીસ કર્મીઓ આવ્યા હતા.અને પોલીસ ગાડી માં તેમને લઈ ગયા હતા તેમજ તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો એવા આક્ષેપ સાથે ધનરાજ વૈષ્ણવ દ્વારા એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો તેમજ બીજી તરફ પોલીસ દ્વારા આ ઈસમ વિરુધ્ધ એક FIR કરવામાં આવેલ છે.જે FIR માં જણાવ્યા અનુસાર, વાંસદા પોલીસ મથકના કર્મચારીઓ તથા પો.સ.ઈ.એ.એચ.પટેલ તેમજ પોલીસ માણસો સાથે ટાઉન બીટ વિસ્તારમાં રાજય સેવક તરીકેની કાયદેસરની ફરજના ભાગ રૂપે ફુટ પટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન વાંસદા મેઇન બજાર સત્યમ ફૂટવેરની સામે રસ્તા પર સ્વીફટ ડીઝાયર ફોર વ્હીલ ગાડી નંબર જી.જે. ૨૧ બી.સી .૪૩૫૨ ના ચાલક ધનરાજભાઈ વૈષ્ણવ ટ્રાફીકને અડચણરૂપ થાય તે ગાડી રીતે રાખેલ હતી. જેથી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે એલ.આર.પો.કો. કાનાભાઈ માલાભાઈ ચૌધરીએ સ્વીફટ ડીઝાયર ફોરવ્હીલ ગાડીમાં બેસી ઘનરાજને તેની ફોરવ્હીલ ગાડી પોલીસ સ્ટેશન ખાતે લઇ જવા જણાવ્યું હતું ત્યારે ઘનરાજે એલ.આર.પો.કો. કાનાભાઈ માલાભાઈ ચૌધરી ને કહેલ કે,” મારી ગાડી અહીયાથી નહીં હટે,હું પોલીસ સ્ટેશન ખાતે મારી આ ગાડી નહી લઈ જાવ તારાથી થાય તે કરી લે. હવે હું તને બતાવું કે હું કોણ છું તેમ ધમકી આપી પોતાની ગાડી પુરઝડપે બજારમાં હરતા ફરતા લોકોની જીંદગી જીખમમાં મુકી તે રીતે વાંસદા ચંપાવાડી તરફ જતા રસ્તાએ હંકારતા મેડીકલ જનરલ સ્ટોર્સની સામેરસ્તા પર એલ.આર.પો.કો. કાનાભાઈ માલાભાઈ ચૌધરી એ ધનરાજ હાથ પકડી ગાડી ઉભી રખાવેલ ત્યારે અન્ય પોલીસ માણસો સાથે પી.સી.આર.વાહનમાં તે જગ્યા પર આરોપી ધનરાજને પી.સી.આર.વાહનમાં વચ્ચેની સીટ ઉપર બેસાડવાની કોશીશ કરતા હતા તે દરમ્યાન પી.સી.આર. વાહનના દરવાજા સાથે લગાડેલ લોખંડની જાળી તેના મોઢાંના ભાગે દબાતા તેને નીચેના હોઠ ઉપર પોતાનો દાંત વાંગતા લોહી નીકળેલ હોય, આમ ધનરાજભાઈ વૈષ્ણવે એલ.આર.પો. કો.કાનાભાઈ માલાભાઈ ચૌધરીની કાયદેસરની રાજય સેવકની ફરજ બજાવવામાં અડચણ ઉભી કરી હતી તેમજ અહીં પોલીસ FIR અને ધનરાજ વૈષ્ણવ ના વાયરલ વીડિયોમાં વિરોધા,-ભાસ જોવા મળી રહ્યો છે.જોકે હવે આમાં હકીકત કેટલી તે તો તપાસનો વિષય બનવા પામ્યો છે..
એન.એમ.આહીર પી.આઇ વાંસદા: યુવાન દ્વારા કરવામાં આવેલા આક્ષેપો તદ્દન ખોટા છે આ યુવાને પોલીસ કર્મીઓ સાથે ગેર વર્તન કર્યું છે તેમજ યુવાનને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો જ નથી યુવાને પોલીસ સાથે કરેલા ગેર વર્તનના ફૂટેજ આમારી પાસે છે જેમાં યુવાન પોલીસ સાથે ગેર વર્તન કરી રહ્યો છે-
ધનરાજ વૈષ્ણવ વાંસદા: પોલીસ કર્મીઓ તેમજ પી.એસ.આઈ દ્વારા મને માર મારવામાં આવ્યો અને મને ગુનેગાર બનાવી મારી પર ખોટી ફરિયાદ પણ કરી છે જીપની બારી પર દાંત મારી લોહીલુહાણ થવાની વાત તદ્દન ખોટી છે તેમજ હું કોઈ મોટો આંતકવાદી હોવ એમ નવસારી સિવિલમાં મારી સામે બે પોલીસ કર્મી બેસાડી દેવામાં આવ્યા છે
કાર પાર્કિંગ મુદ્દે થયેલ બબાલ બાદ પોલિસ દ્વારા વાંસદાના યુવાનની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા બાદ નવસારી સિવિલ ખાતે સારવાર લઈ રહેલા યુવાન ધનરાજ વૈષ્ણવ દ્વારા જણાવ્યા પ્રમાણે મારી સાથે ખોટું થઈ રહ્યું એવું જણાવી ધનરાજ દ્વારા નવસારી ખાતે એસપી કચેરીમાં પોલીસ સામી ફરિયાદ આપવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે











