છોટાઉદેપુર: ગતરોજ દેડીયાપાડા ના ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે ગયા છે ત્યારે, સ્થાનિક આગેવાનોની રજૂઆતને ધ્યાને લઇ છોટાઉદેપુર જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી. મુલાકાત દરમ્યાન રજીસ્ટાર-હાજરી પત્રકો ચેક કર્યા અને કેટલોક સ્ટાફ હાજર ન હોવાની બાબતો ધ્યાને આવી, અને આ બાબતે ઉપલા અધિકારીને જાણ કરવામાં આવી.

Decision News ને મળેલી માહિતી મુજબ હોસ્પીટલમાં પૂરતા ટેકનીશીયનો નથી, સ્ટાફ નર્સ પણ ટ્રેનીંગમાં છે. અને જે સ્ટાફ છે તેઓ ખુબ મહેનત કરે છે અને સારા પ્રયાસો કરે છે પણ, પૂરતા મહેકમના અભાવે અહીના લોકો ખુબજ હાલાકીનો સામનો કરી રહ્યા છે. એક્સ-રે મશીન પણ બંધ હાલતમાં જોવા મળ્યું. સિકલસેલ-એનીમિયા ચકાસણી મશીન પણ બંધ હાલતમાં જોવા મળ્યું. આ હોસ્પિટલમાં આંખ ના ડોક્ટર પણ નથી, સોનોગ્રાફીના સાધનો પણ બંધ હાલતમાં પડેલ હોવાની વિગતો સામે આવી હતી.

આદિજાતીનું દર વર્ષે કરોડો નું બજેટ હોવા છતા, આરોગ્ય વિભાગનું બજેટ આવતું હોવા છતાં, અનેક જગ્યાઓ ખાલી છે. જે ખુબજ દુઃખદ બાબત છે. જે એજન્સીઓ કરાર આધારિત સ્ટાફની ભરતી કરે છે. તેઓનું પણ ધ્યાન આપવામાં આવતું નથી. આ કર્મચારીઓને સમયસર પગાર પણ મળતો નથી. અને તેઓનું શોષણ કરવામાં આવે છે. દર્દીઓને નાની નાની સારવાર માટે પણ બરોડા તરફ જવું પડે છે. ફરજ પરના અધિકારીઓ સમયસર દવાખાને હાજર રહે તે માટે ઉપલા અધિકારી ને ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા દ્રારા રજૂઆત કરવામાં આવી છે.