ડાંગ: 13 સપ્ટેમ્બર 2024 શુક્રવાર ના દિવસે સુબીર તાલુકા પંચાયતની સામેની જગ્યામાં આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી .જેમાં ખાસ કરીને ડાંગમાં શેરડી કાપણીના મજૂરોના હક્ક અધિકારના મુદ્દે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

ચર્ચાના મુખ્ય મુદ્દાઓ..

1. શેરડી કાપણીના કામદારોનો ગુજરાત સરકાર દ્વારા રિવાઈઝ કરેલ લઘુતમ વેતન 476 રૂપિયા પ્રતિ ટન ચૂકવવામાં આવે . તેમજ શેરડી કાપણીના કામદારોના પડવોમાં લાઈટ ,પાણી, શોચાલય, જેવી સુવિધાઓ કરવામાં આવે.
2. શેરડી કાપતા મજૂરોના બાળકોને , કિશોરીઓને, સગર્ભા, ધાત્રી માતાઓને ICDS, શિક્ષણ અને આરોગ્યની સેવાઓ પૂરી પાડવામાં આવે.
3. મહારાષ્ટ્ર સરકારની જેમ ગુજરાતમાં પણ મથાડી બોર્ડની રચના કરી સામાજિક સુરક્ષા જેવી કે પી.એફ, ઈ. એસ.આય, અને ગ્રેજ્યુટીના લાભો આપવામાં આવે.
4. શેરડી કાપણીના કામદારો પોતાના માદરે વતનની કાર્ય સ્થળ ઉપર આવવા જવાનું ભાડું સુગર ફેક્ટરીઓ દ્વારા ચૂકવવામાં આવે.
5. તમામ કામદારોને તેઓના ખાતા ખોલાવી દર મહિને ખાતામાં વેતન ચૂકવવામાં આવે તેમજ કામદારો પોતાના વતનથી કાર્ય સ્થળ પર આવતા જતા કોય અકસ્માતે મૃત્યુની ઘટનાઓ વધતી જાય છે એવા કિશામાં કામદારોના વાલી વારસને 8 લાખ સુધીનું વળતર ચૂકવવામાં આવે.
6. જંગલ જમીન ખેડનાર તમામ દાવેદારોની સ્થળ ચકાસણી કરી કાયદા અંતર્ગત અન્ય આધાર પુરાવા માન્ય રાખી માંગણી પ્રમાણે દાવાઓ મંજૂર કરવામાં આવે અને પેન્ડિંગ દાવાઓની સત્વરે નિકાલ કરવામાં આવે. તેમજ ડાંગ જિલ્લામાં તાલુકા , જિલ્લા સ્તરની વાં અધિકાર સમિતિઓ સક્રિય કરી પેંડિંગ દાવાઓ અને સામૂહિક દવાઓ મંજૂર કરવામાં આવે.
7. ડાંગ જિલ્લો સંપૂર્ણ આદિવાસી હોવાથી પાંચમી અનુસૂચીનું ચુસ્તપણે અમલવારી કરવામાં આવે.
8. સુબીર તાલુકામાં આવેલ રેફરલ હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટરની નિમણુક કરવામાં આવેલ નથી જેના કારણે સુબીર સગર્ભા બહેનો, કિશોરીઓને આહવા તેમજ અન્ય પ્રાઇવેટ હોસ્પિટલોમાં સારવાર અર્થે જવું પડે છે જેને ધ્યાન રાખી સુબીર રેફરલ હોસ્પિટલમાં કાયમી ધોરણે ગાયનેક ડોક્ટરની નિમણુક કરવામાં આવે.

આ સંમેલનમાં ભારત આદિવાસી પાર્ટીના સ્થાપક કાંતિભાઈ રોત, માંગીલાલ નિનામા (રાષ્ટ્રીય સંયોજક ભીલ પ્રદેશ મુક્તિ મોરચા), દિનેશભાઈ (BAP કાર્યકર્તા), કારૂલાલ કોટેડ દક્ષિણ રાજસ્થાન મજદૂર યુનિયન, રાકેશ ચૌધરી ભારત આદિવાસી સંવિધાન સેના પ્રદેશ અધ્યક્ષ ગુજરાત,મિનેશ વસાવા, નિલેશ ઝમરે બાસ જિલ્લા પ્રમુખ, મહેશ આહિરે બસપા પ્રમુખ, એડવોકેટ સુનીલ ગામીત, એડવોકેટ રોશન સરોલિયા, આપ પ્રમુખ રમેશ ગાયકવાડ, જયેશ ગામીત મજૂર અધિકાર મંચ સચિવ , શાંતિલાલભાઈ હજાર રહ્યા હતા.