વ્યારા: શીતળા નામનો એક ભયાનક રોગ ફાટી નીકળેલો (કોરોના થી પણ ખતરનાક) જેના લીધે લાખો બાળકો અને લોકોના મૃત્યુ થયેલા.. એ રોગની સામે રક્ષણ મેળવવા એડવર્ડ જેનર નામના વૈજ્ઞાનિકે શીતળાની રસીની શોધ કરી જે આજે પણ જન્મની સાથે જ બાળકોને આપવામાં આવે છે..

ઉલ્લેખનીય છે કે રસીનું પરીક્ષણ એડવર્ડ જેનરે સૌ પ્રથમ પોતાના જ બાળક પર કરી સમગ્ર વિશ્વને વિશ્વાસ અપાવી આ ભયાનક મહામારીમાંથી સમગ્ર વિશ્વ ને બચાવેલું.. એ મહામારીને આપણે માત્ર ડરના કારણે માતાજી બનાવી દીધા. જરા વિચારો કોઈ વ્યક્તિ ગામના 5 નિર્દોષ બાળકોને મારી નાખે અને પછી એ વ્યક્તિના ડરથી આખું ગામ એ વ્યક્તિ ની મૂર્તિ બનાવી પૂજા કરે તો કેવું લાગે ?

બસ તો જે તે સમયે આવી રીતે જ લાખો બાળકોનો ભોગ લેનાર શીતળા નામના રોગને માત્ર ડરના કારણે પાખંડી લોકોએ આ ભયાનક મહામારીને માતાજી બનાવી દીધા. આ બધા પાખંડમાંથી બહાર આવવાની કુદરત સૌને સમજણ આપે અને આપણા બાળકો જ્ઞાન,વિજ્ઞાન અને પ્રકૃતિના રસ્તે આગળ વધી એક સારા સમાજ અને ભવિષ્યના નિર્માણમાં ભાગીદાર બને એજ અભ્યર્થના.