આહવા: હાલમાં આહવા થી પાંચ કિલોમીટરના અંતરે લશ્કરીયા ગામમાં હોટલનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે તે નજરે પડી રહ્યું છે. જેમાં ફોરેસ્ટ વિભાગ અને ગ્રામ પંચાયત પોતાની જવાબદારી ભૂલી અધિકારીઓ બધા મૌની બાબા બની તમાશો જોઈ રહ્યા છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ડાંગ જિલ્લાના લશ્કરીયા ગામમાં કોઈક વ્યક્તિ હોટલની કામગીરી કરવામાં આવી રહી છે એવી લોકોમાં ચર્ચાનો વિષય થઈ રહ્યો છે તો શું કોઈના નજરમાં કેમ ના આવ્યું ? અધિકારી મિત્રો ત્યાંથી ડોન તો ગયા જ હશે ને કે પછી આંખ બંધ કરીને ગયા હશે…? આ કામ ચાલતું હતું ત્યારે ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓને જાણ કરવામાં આવી હતી એવું લોકો વતી જાણવા મળ્યું કે અમારા ગામમાં ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું છે ત્યારે એવું જાણવા મળ્યું કે આતો સેડનું બાંધકામ થઈ રહ્યું છે હોટલનું નથી કે પછી અધિકારીઓનો પણ આમાં ભાગીદારી તો નથી ને..? કારણ કે અત્યારે તો આખા ડાંગમાં રિસોર્ટ બનાવવામાં આવી રહયા છે તો અમારૂ કોણ બગાડી શકશે એવું માની રહયા છે. શું ગ્રામ પંચાયતની પરવાનગી લેવામાં આવી છે.. ? કે ફોરેસ્ટ વિભાગની પરમિશન લેવામાં આવી છે કે બંનેની મિલીભગત તો નથી ને..? કદાચ એવું પણ હશે કે મિલીભગતથી આ કામ થયેલ છે.
ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ આ હોટલનાં બાંધકામ બાબતે જાણતા હોય તો કેમ કાંઈ કર્યું નથી. કોઈ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કેમ કરવામાં આવી નથી. કેમ સ્થળ મુલાકાત લીધી નથી..? ગ્રામ પંચાયત અને ફોરેસ્ટ વિભાગની મિલીભગતનું ઉત્તમ ઉદાહરણ એટલે લશ્કરીયા ગામે હોટેલ કે સેડનું બાંધકામ ખરુંને..? લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે જોવું એ રહ્યું કે આ કામ ચાલુ રેહશે કે કોઈ અટકાવશે..

