ઉમરપાડા: ઉમરપાડા તાલુકાના કન્યા આદર્શ નિવાસી શાળા, ઉમરપાડા ખાતે એક્શન યુવા ગૃપના માઘ્યમથી કેરિયર કાઉન્સલિંગ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યું હતું જેમાં વિધાર્થીઓને પોતાનામાં રહેલી સુસુપ્ત શક્તિને પ્રેઝન્ટ કરવાની તક મળી હતી.
વર્તમાનમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી સતત કાર્યશીલ બનવું સતત વાંચન કરવું તેના ચિંતન અને મનન કરવું અત્યંત આવશ્યક છે. વિધાર્થીઓને ધો.૧૦ પછીના અભ્યાસક્રમો મુજબ વિષયનું સિલેશન કંઇ કરી શકાય દરેક ડિપાર્ટમેન્ટ મુજબ સાઈન્સ, કોમર્સ,આર્ટસ, ડિપ્લોમાં કોર્ષિ , એગ્રીકલ્ચર ડિપ્લોમા કોર્ષ સાથે ટેકનિકલ આઇ.ટી.આઇ કોર્ષ બાબતે અવેર કર્યો હતા સાથે પોતાના જીવનમાં મુશ્કેલ પરિસ્થિતિમાં બહાર નીકળી રસ્તાઓ, પોતાના વાણી, વર્તન સાથે સોશ્યલ મીડિયાનું દુષણ, નારી સશક્તિકરણ, હાલમાં બનેલ કલકત્તા મેડિકલ કોલેજમાં બનેલ ઘટના જેવી પરિસ્થિતિ એમની સામે આવે તે સમયે રાખવાની થતી સાવચેતીના પગલાં, પોતાની પાસે રહેલ વસ્તુઓનો સેલ્ફ ડિફેન્સ માટે કેવી રીતે ઉપયોગ કરવો જેવી બાબતો સામે સાવચેતી પગલાં બાબતે સમજુતી આપી.
આ કાર્યક્રમમાં કાઉન્સલિંગ ધર્મેશભાઇ ચૌધરી અને વિજય વસાવા, શાળાનાં પ્રિન્સીપાલ વૃંદાબેન એન પટેલ અને શાળા સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતાં.

