કપરાડા: આજરોજ કપરાડા તાલુકામાં 110 ગામ અને આસરે 30,000/- થી વધારે વસ્તી છે જેમાં 35 થી વધારે બોગસ ડૉક્ટર ઘણા લાંબા સમયથી દવાખાના ચલાવી. આદિવાસી લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરી રહ્યા લઈને ત્યારે AAP દ્વારા આવા દવાખાના બંધ કરાવવા અને બોગસ ડોકટર વિરુદ્ધ કડક પગલાં ભરવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ કપરાડા તાલુકાની આદિવાસી લોકોના આરોગ્ય સાથે છેલ્લાં 10 વર્ષથી બોગસ ડોકટરો દ્વારા ખિલવાડ કરવામાં આવી રહ્યો છે. એમાં ખાસ કરીને બાળકો અને ગર્ભસ્ત્રી મહિલાના આરોગ્ય સાથે ખેલવાડ થાય છે. હાલમાં વલસાડ જિલ્લાની સંચાલિત PHC CHC માં બધી જ સગવડો આપવામાં આવ છે પણ બોગસ ડોકટર ધૂમ કમાણી કરી રહ્યા છે.

આવનારા સમયમાં બોગસ ડૉક્ટર દ્વારા કરવામાં આવતાં આ બાળકો અને મહિલાઓ સાથે થતાં આરોગ્યન ખીલવાડને રોકવામાં ન આવ્યા. તો 20 ઓગસ્ટ 2024 ન દિવસથી આમરણ ઉપવાસ આંદોલનનો પ્રારંભ કરીશું જેની નોંધ વલસાડ વહીવટીતંત્ર લે.