સેલવાસ: સેલવાસમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે નિરંકારી ભક્તોએ 336 યુનિટ રક્ત સેલવાસ-શાખા, ગાલોંડા-શાખા અને કરચગામ-શાખાના સહયોગથી આર્ટ સેન્ટર હોલ ખાતે દાન કર્યું હતું.આ કાર્યમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી (સેલવાસ)ની ટીમ રક્ત એકત્ર કરવા માટે હાજર રહી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ આ કેમ્પનું ઉદ્ઘાટન સુરત ઝોનના ઝોનલ ઈન્ચાર્જ શ્રી. ઓમકાર સિંહ બસરાન જી, દાનહ સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરની વિશેષ હાજરીમાં રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ રક્તદાન શિબિરની સાથે સ્વતંત્રતા દિવસે આધ્યાત્મિક સત્સંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આસપાસના વિસ્તારના ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.

સંત નિરંકારી મંડળ દમણ અને દાનહ સેલવાસા સેક્ટરના કન્વીનર શ્રી. વિનોદભાઈ માહ્યાવંશી, ગાલોંડાના મહેશભાઈ પટેલ, કરછગામના બાબુભાઈ બારીયા, અને દક્ષિણ ગુજરાત સંયોજક બાલુભાઈ પટેલએ આ રક્તદાન શિબિરમાં આવેલા તમામ ડોકટરો અને તેમની ટીમ અને રક્તદાતાઓ સહિત તમામ મહેમાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. અને સ્થાનિક સેવાદળ યુનિટ અને સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશનના સ્વયંસેવકોના સહયોગથી આ કેમ્પ સફળ